‘શક્તિમાન’ની ‘ગીતા વિશ્વાસ’ જોડે અચાનક એવું તો શું થયું કે સ્ટેજ છોડીને જતાં રહેવું પડ્યું!

શક્તિમાનની ગીતાની ખુલ્લેઆમ થઇ બેઇજ્જતી, એવું એવું થયું કે જાણીને રુંવાટા ઉભા થઇ જશે

90ના દાયકાની ઘણી એવી ધારાવાહિકો છે, જેને કયારેય ભૂલી ન શકાય. તેમાં બધાની ફેવરેટ શક્તિમાન પણ છે. 90ના દાયકાના આ શોએ બાળકો પર એવો જાદુ ચલાવ્યો તેના પાત્રો આજે પણ બધા બાળકોના મનમાં હશે. શોના લીડ કેરેકટર્સ મુકેશ ખન્ના અને વૈષ્ણવી મહન્ત હતા. શોમાં મુકેશ ખન્નાએ શક્તિમાનનો રોલ પ્લે કર્યો હતો. ત્યાં વૈષ્ણવીએ ગીતા વિશ્વાસનુ પાત્ર નિભાવી બધાના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. અફસોસની વાત તો એ છે કે જે વૈષ્ણવી ઘરે ઘરે કાલ સુધી પોપ્યુલર હતી તેને એવોર્ડ શોમાં અપમાનના ઘુંટડા પીવા પડ્યા હતા.

શક્તિમાનમાં ગીતા વિશ્વાસ બનેલી વૈષ્ણવીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે Mumbai Global Achievers Award નો ઉલ્લેખ કરી રહી છે. વૈષ્ણવી ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો અને જાણિતો ચહેરો છે. પરંતુ આટલા વર્ષો બાાદ પણ અભિનેત્રીને તે સમ્માન મળ્યુ નથી, જેની તે હકદાર છે. વીડિયોમાં વૈષ્ણવી કહી રહી છે કે, ‘આજે હું એવોર્ડ લેવા ગઈ હતી અને મને બેસ્ટ એક્ટ્રેસ ફોરએવરનો એવોર્ડ મળવાનો હતો. હું સમયસર ત્યાં પહોંચી ગઇ, પણ મારે ઘણી રાહ જોવી પડી. વારંવાર પૂછપરછ કરવા પર કહેવામાં આવ્યું કે તમને સ્ટેજ પર બોલાવવામાં આવશે.

અભિનેત્રીએ કહ્યું કે તે એવોર્ડ મેળવવા માટે પાગલ નથી, પરંતુ જો કોઈ સન્માન આપે છે, તો તે લેવું જોઈએ. તેણે કહ્યું, ‘હું આ વિચારીને ત્યાં ગઈ હતી. અન્ય હસ્તીઓ પણ ત્યાં આવી હતી. દરેકને એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો અને દરેક જણ તેના લાયક હતા, પરંતુ જ્યારે મારો વારો આવ્યો ત્યારે સૃષ્ટિ મહેશ્વરી સાથે મારુ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ કોઇને એવોર્ડ આપવા માટે અને તેમણે કહ્યુ વંદના. મને લાગ્યુ હશે કોઇ વંદના, જેને બોલાવવામાં આવી રહી છે. કોઇ વેદના સ્ટેજ પર આવી નહિ અને તે મને જ જોઇ રહ્યા હતા.

જયારે ત્રણ સેલિબ્રિટી સ્ટેજ પર આવ્યા ત્યારે તેમણે મારુ નામ બધાની સામે વૈષ્ણવી લીધુ. શક્તિમાન, વૈષ્ણવી… પછી તે ઓર્ગનાઇઝર જેના મેં 2 એવોર્ડ ફંક્શન અટેન્ડ કર્યા છે, તે પણ મારુ નામ વંદના લખે છે. વૈષ્ણવી મહંતે વધુમાં કહ્યું, ‘જ્યારે એવોર્ડ લેવાનો મારો વારો આવ્યો ત્યારે ત્યાં પણ તેમણે મારું નામ વંદના જાહેર કર્યું. તેમણે નામ સુધાર્યુ પણ નહિ. હું સ્ટેજ પર ગઇ અને મેં કહ્યું સોરી, હું આ એવોર્ડ નહીં લઈ શકું કારણ કે તમે એ પણ જાણતા નથી કે તમે કોને એવોર્ડ આપી રહ્યા છો. તમે જેને બોલાવ્યા તેનું નામ પણ તમને ખબર નથી. મારે આ એવોર્ડની જરૂર નથી. આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું, કારણ કે હું લાંબા સમયથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છું.

મને એવી અપેક્ષા નહોતી. મેં એવોર્ડ લીધો નહિ અને ત્યાંથી ચાલી ગઇ કારણ કે મને લાગ્યું કે આત્મસન્માન કોઈપણ એવોર્ડ કરતાં વધુ છે. અભિનેત્રીએ તેના ચાહકોને કહ્યું, ‘આજ સુધી મને તમારા લોકો તરફથી જે પ્રેમ અને પ્રશંસા મળી છે તે કોઈ પણ એવોર્ડ કરતાં વધુ છે. મને ખાતરી છે કે મને ભવિષ્યમાં પણ આવો જ પ્રેમ મળતો રહેશે. તેણે કહ્યું કે તે ફક્ત આ વિડીયો બધા સાથે શેર કરવા માંગતી હતી. જણાાવી દઇએ કે, કોમેડિયન સુનીલ પાલે તેમની વાતને સમર્થન આપ્યું છે. કોમેડિયને કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી સાથે આવું થવું યોગ્ય નથી.

Shah Jina