અકસ્માતમાં મોતને ભેટનાર ગુજરાતી અભિનેત્રીના થયા મુંબઈ અંતિમ સંસ્કાર, પરિવારના હૈયાફાટ રુદને માહોલ ગમગીન બનાવી દીધો, જુઓ વીડિયો

વૈભવી ઉપાધ્યાયની અંતિમ વિદાય :  સાથી કલાકારો સાથે પરિવારજનોએ ભીની આંખોએ આપી શ્રધાંજલિ, છેલ્લો વીડિયો જોઈને આંખમાં આંસુ આવી જશે, જુઓ વીડિયો

Vaibhavi Upadhyaya’s Funeral : મનોરંજન જગતમાંથી આજે સવારે ખુબ જ દુઃખદ ખબર સામે આવી. પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર ધારાવાહિક “સારાભાઈ વર્સીસ સારાભાઈ”ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું. વૈભવી મલ્હાર ઠાકર સાથે આવનાર ફિલ્મ “લોચા લાપસી”માં પણ જોવા મળશે.

ત્યારે અભિનેત્રીના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, ઘણા કલાકારો તેના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ પણ મૂકી રહ્યા છે. ત્યારે આજે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. તેના અંતિમ સંસ્કારના એક વિડિયોમાં જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

વૈભવીના ઘણા ભૂતપૂર્વ સહ-અભિનેતાઓ અને ઉદ્યોગના સાથીદારો અભિનેત્રીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં  અભિનેત્રીના અંતિમ  દર્શનનો નજારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણા કલાકારો પણ અભિનેત્રીને અંતિમ વિદાય આપતા જોવા મળે છે.

સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૈભવીની અર્થીને કાંધ આપીને તેને સ્મશાન સુધી લઇ જવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો પણ તેની અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે ઉપસ્થતિ રહ્યા છે, સાથે જ પરિવારનું હૈયાફાટ રુદન અને તમામ લોકોની આંખોમાં આંસુઓ પણ જોવા મળી રહ્યા છે.

વૈભવી ઉપાધ્યાયને ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જાસ્મીન માવાણીના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. આ ધારાવાહિક સિવાય વૈભવી ઉપાધ્યાયે ‘ઝીરો કિલોમીટર’, ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ’, ‘છપાક’, ‘સિટીલાઇટ’, ‘ક્યા કુસૂર હૈ આમરા કા’, ‘સંચાર્ના’ જેવી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વૈભવી ઉપાધ્યાય 39 વર્ષની હતી. તેનો જન્મ 25 જુલાઈ 1984ના રોજ થયો હતો. વૈભવી ઉપાધ્યાયની બહેનનું નામ જીનલ સુકેતુ ઠક્કર છે. તેના ભાઈનું નામ અંકિત ઉપાધ્યાય છે. તેના પિતાનું નામ દિલીપ ચંદ્રકાંત ઉપાધ્યાય અને માતાનું નામ ચેતના દિલીપ ઉપાધ્યાય છે. નાની ઉંમરે દીકરી ગુમાવવાને કારણે તેમના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા છે.

Niraj Patel