ફેમસ TV અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન: કુલ્લૂમાં ખીણમાં ખાબકી ગઈ કાર, જુઓ તસવીરો

મલ્હારની ફિલ્મની ગુજરાતી અભિનેત્રી વૈભવીની કાર કુલ્લૂમાં ખાબકી, નિધન થતા હૈયાફાટ રુદન

Vaibhavi Upadhyaya Dath: મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, જેમાં ઘણા કલાકારો મોતને ભેટી રહ્યા છે, હમણાં બે દિવસ પહેલા જ ટીવી જગતના એક ખ્યાતનામ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતની લાશ તેના જ ઘરના બાથરૂમમાંથી મળી હતી, ત્યારે હવે વધુ એક ખબરે ચાહકોને મોટો ધ્રાસ્કો આપ્યો છે અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ટીવીની સૌથી લોકપ્રિય ધારાવાહિકમાંથી એક એવી “સારાભાઈ વર્સીસ સારાભાઈ”માં જાસ્મીનનો કિરદાર નિભાવીને પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર અને મલ્હાર ઠાકર સાથે આવનારી ફિલ્મ “લોચા લાપસી”માં પણ એક મહત્વનું પાત્ર નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું છે.

વૈભવી તેના મંગેતર સાથે હિમાચલ ફરવા માટે ગઈ હતી. ત્યાં તેને આ અકસ્માત નડ્યો હતો. “સારાભાઈ વર્સીસ સારાભાઈ”માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા અને અભિનેતા જેડી મજેઠીયા ટ્વિટ કરીને વૈભવીનાં નિધનની માહિતી આપી હતી. જેના બાદ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ વૈભવીને શ્રધાંજલિ આપી રહ્યા છે. અભિનેતા મલ્હાર ઠાકરે પણ પોતાની સ્ટોરીમાં વૈભવીની તસવીરો શેર કરવાની સાથે તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

જેડીઆઈ મજેઠીયા તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને પોસ્ટમાં જણાવ્યું કે, “જીવન ખૂબ જ અણધાર્યુ છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ vs સારાભાઈની ‘જાસ્મિન’ તરીકે વધુ જાણીતી છે. તેમનું નિધન થયું છે. એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે. પરિવાર તેમના પાર્થિવ દેહને આવતીકાલે (બુધવાર) સવારે લગભગ 11 વાગ્યે અંતિમ સંસ્કાર માટે મુંબઇ લાવશે. વૈભવીના આત્માને શાંતિ મળે.”

જાસ્મીનનો પરિવાર ચંદીગઢમાં રહે છે. આજે તેના પાર્થિવ દેહને હિમાચલથી લાવીને મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જયારે તેમની કાર ટર્ન લેવાનો પ્રયાસ કરી રહી હતી, અને ત્યારે જ કાર પરનો કાબુ ગુમાવતા તે ખીણમાં ખાબકી હતી. આ સાથે તેનો મંગેતર પણ હાજર હતો, જેની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે.”

પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર ધારાવાહિક “સારાભાઈ વર્સીસ સારાભાઈ”ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું. વૈભવી મલ્હાર ઠાકર સાથે આવનાર ફિલ્મ “લોચા લાપસી”માં પણ જોવા મળશે.

ત્યારે અભિનેત્રીના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, ઘણા કલાકારો તેના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ પણ મૂકી રહ્યા છે. ત્યારે આજે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. તેના અંતિમ સંસ્કારના એક વિડિયોમાં જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

વૈભવીના ઘણા ભૂતપૂર્વ સહ-અભિનેતાઓ અને ઉદ્યોગના સાથીદારો અભિનેત્રીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં  અભિનેત્રીના અંતિમ  દર્શનનો નજારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણા કલાકારો પણ અભિનેત્રીને અંતિમ વિદાય આપતા જોવા મળે છે.

સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૈભવીની અર્થીને કાંધ આપીને તેને સ્મશાન સુધી લઇ જવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો પણ તેની અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે ઉપસ્થતિ રહ્યા છે, સાથે જ પરિવારનું હૈયાફાટ રુદન અને તમામ લોકોની આંખોમાં આંસુઓ પણ જોવા મળી રહ્યા છે.

વૈભવી ઉપાધ્યાયને ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જાસ્મીન માવાણીના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. આ ધારાવાહિક સિવાય વૈભવી ઉપાધ્યાયે ‘ઝીરો કિલોમીટર’, ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ’, ‘છપાક’, ‘સિટીલાઇટ’, ‘ક્યા કુસૂર હૈ આમરા કા’, ‘સંચાર્ના’ જેવી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.

Niraj Patel