આ અભિનેત્રી થઇ વધતા વજન પર ટ્રોલ, લોકોએ કહ્યુ- બાર્બી નહિ ભેંસ છે…અભદ્ર કમેન્ટ્સનો અભિનેત્રીએ આપ્યો એવો જવાબ કે…

‘બાર્બી નહિ ભેંસ છે…’ ટ્રોલિંગ પર ફૂટ્યો વાહબિઝ દોરાબજીનો ગુસ્સો, આપ્યો જડબાતોડ જવાબ

Vahbiz Dorabjee On Trolls: સેલિબ્રિટીઝને ઘણીવાર ચાહકોના પ્રેમની સાથે સાથે યુઝર્સની ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. ઘણી વખત અભિનેત્રીઓને તેમના વધતા વજનને લઈને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ નાના પડદાની જાણીતી અભિનેત્રી વાહબિઝ દોરાબજી પણ બોડીશેમનો શિકાર બની. જો કે, અભિનેત્રીએ પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ લેટેસ્ટ બાર્બી ટ્રેન્ડ પર એક વિડિયો શેર કર્યો હતો, જેના પછી તેને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે વાહબિઝે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

વાહબિઝનો બાર્બી લુક ટ્રોલ થયો
અભિનેત્રીએ ફ્લોરલ આઉટફિટ પહેર્યો હતો પણ કેટલાક નેટીઝન્સને તેની સ્ટાઈલ પસંદ ન આવી અને પછી વાહબિઝ ટ્રોલ થવા લાગી. આટલું જ નહીં, કેટલાકે એક્ટ્રેસને બોડી શેમ પણ કરી હતી. જો કે, વાહબિઝે ટ્રોલ કરનારાઓને આડે હાથ લીધા. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો. અભિનેત્રીએ લખ્યું, “મારા બાર્બી વિડિયો પર અભદ્ર ટિપ્પણીઓ જોઈને હું દુઃખી છું. કેટલાક લોકો લખે છે બાર્બી નહીં..હું ભેંસ છું. આવી બાર્બી પહેલી વાર જોઈ અને બીજી ઘણી બધી.

વાહબિઝે ટ્રોલર્સની ક્લાસ લીધી
આ ખૂબ જ શરમજનક છે કે આજે છોકરીઓ સમાજની વિચારસરણીને અનુસરે છે. પરંતુ સમય હવે બદલાઈ રહ્યો છે અને હું સ્ટીરિયોટાઇપ્સને અનુસરવાનો ઇનકાર કરું છું. હું તે તમામ છોકરીઓ માટે સ્ટેન્ડ લઈ રહી છું જેઓ પોતાના માટે ઊભી નથી. તેઓ પણ બદલાતા સમય સાથે બદલાવા જોઈએ. અમારો ન્યાય કરવાને બદલે..

તમારા છીછરા પાત્રને ધ્યાનમાં લો અને તમારું ધ્યાન વધુ સારી વ્યક્તિ બનવા પર કેન્દ્રિત કરો. હવે સમય આવી ગયો છે કે સમાજ તેની ધારણા બદલવાનો અને ઝેરી સુંદરતાના ધોરણોથી છૂટકારો મેળવે.” વાહબિઝે ટ્રોલર્સ પર પ્રહાર કરતા આ સ્ટોરી અપલોડ કરતાની સાથે જ તેને તેના નજીકના લોકો અને તેના ચાહકોનો ઘણો સપોર્ટ મળ્યો.

વાહબિઝ દોરાબજી કરિયર
જણાવી દઇએ કે, વાહબિઝ દોરાબજી ટીવીનો પ્રખ્યાત ચહેરો છે. અભિનેત્રીને ‘પ્યાર કી યે એક કહાની’, ‘બહુ હમારી રજનીકાંત’ જેવા ટીવી શોથી ઘણી લોકપ્રિયતા મળી. તેણે ‘સાવિત્રી’, ‘સરસ્વતીચંદ્ર’ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. હાલમાં, વાહબિઝ ટીવીથી દૂર છે. તેની અંગત જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2013માં ટીવી એક્ટર વિવિયન ડીસેના સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2017માં છૂટાછેડા લીધા બાદ તેઓ અલગ થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz)

Shah Jina