વડોદરામાંથી સામે આવ્યો લવ ટ્રાએન્ગલનો કરુણ અંજામ : બે પ્રેમીઓએ ભેગા મળી વેલેન્ટાઇન ડેના દિવસે જ કરી દીધી પ્રેમિકાની હત્યા અને પછી…

આ યુવતીએ 2 2 પુરુષો સાથે ચક્કર ચલાવ્યું, બંને પ્રેમીઓએ મળીને એવી હાલત કરી કે કહેશો આના પર વેબસિરીઝ બનાવવી જોઈએ, ગજબ છે હો કહાની

ગુજરાતમાંથી હત્યાની ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અંગત અદાવત મુખ્ય કારણ હોય છે. ઘણીવાર હત્યાની એવી એવી ચોંકાવનારી ઘટના સામે આવે છે કે સાંભળી અથવા વાંચી આપણે હેરાન રહી જઇએ છીએ અને ઘણીવાર એવો પણ વિચાર આવે છે તે માણસ આટલો ક્રૂર કેવી રીતે હોઇ શકે. તમે દિલ્લીનો શ્રદ્ધા હત્યાકાંડ નિક્કી યાદવ હત્યાકાંડ તો સાંભળ્યો જ હશે ને. હાલમાં વડોદરામાંથી વેબસિરીઝને પણ ટક્કર મારે તેવો લવ ટ્રાયેંગલ સામે આવ્યો અને એમાં બન્યુ એવું કે બે પ્રેમીઓએ મળીને પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી.

હત્યા બાદ આરોપીઓએ તેની લાશને મિની નદીના બ્રિજ પરથી ફેંકી દીધી. ત્યારે આ મામલો વેલેન્ટાઇન ડેના દિવસનો હોવાનું કહેવાય છે. જો કે, છાણી પોલીસે ઘટનાનો ભેદ ઉકેલીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે ધકેલ્યા હતા. પદમલા ગામની સીમમાં 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મિની નદીના બ્રિજ નીચે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને પહેલી નજરે જોતા તેના ચહેરા પર ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. જો કે, લાશને પીએમ અર્થે મોકલાતા મહિલાના ગળે ટૂંપો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

જો કે, આ અજાણી સ્ત્રીનાં સગાંસંબંધીઓ હતાં નહીં અને તેને લઇને પોલીસે આ મહિલા કોણ છે ? તેની તપાસ શરૂ કરી. પોલિસે સરકાર તરફે હત્યાનો ગુનો દાખલ કર્યો અને તપાસ શરૂ કરી. આ હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો કામે લાગી અને પોલિસે હોટલ્સમાં પણ તપાસ કરી અને રોડ પર પસાર થતાં વાહનો પણ ચેકિંગ કરીને તપાસ કરી. ત્યારે ભરૂચથી લઈને આણંદ સુધી ટીમો મોકલીને વસાહતોમાં જઈને આ મહિલા ત્યાં રહે છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઇ. મહિલાની લાશ મળી આવી ત્યારે એ જોવા મળ્યુ કે તેના જમણા હાથ પર હિન્દીમાં ઓમ લખેલું હતું અને એટલે મહિલા હિન્દી ભાષી હોવાનું લાગ્યુ.

જો કે, તેની તસવીર લઇને તપાસ કરાતા પોલીસને અંગત સોર્સથી માહિતી મળી કે આ મહિલા રણોલી બસ સ્ટેન્ડ નજીક ડાહ્યાભાઈની ચાલીમાં રૂમ-9માં રહેતી હતી. પોલીસે તપાસ કરી તો આ રૂમ ખાલી હતો પણ પોલીસને મહિલાનું આઇડી પ્રુફ સહિતની માહિતી મળી અને તેમાં તેનું નામ ચમેલી હોવાનું ખુલ્યુ. આ સાથે એવું પણ સામે આવ્યુ કે તેની સાથે અજય યાદવ રહેતો હતો. જે ચારેક દિવસથી દેખાતો નહોતો અને નોકરી પણ ગયો નહોતો. અજય યાદવ ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં રહેતો હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાંચ અને છાણી પોલીસની ટીમો તાત્કાલિક રવાના થઈ અને કોલ ડિટેઇલ્સ અને લોકેશન સહિતની માહિતીને આધારે તેને પોલીસે ઉત્તરપ્રદેશમાંથી ઝડપ્યો.

જ્યારે તેની કડકાઇથી પૂછરપછ થઇ તો તે પડી ભાંગ્યો અને ગુનો કબૂલી લીધો. અજય યાદવે ચમેલીને ડિસેમ્બર મહિનાથી રૂમમાં તેની સાથે રાખી હતી અને બંને લિવ ઇનમાં રહેતાં હતાં અને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. અજયને વતનમાંથી લગ્નનું માગું આવતા ઉત્તરપ્રદેશ જવાનું થતા બંને વચ્ચે ખટરાગ થયો અને ચમેલી અજયને અંગત જીવનમાં આડખીલી રૂપ લાગવા લાગતા તેણે ચમેલીની હત્યા કરવાનું નક્કી કર્યું. અજય ઉત્તરપ્રદેશ ગયો અને આ દરમિયાન અજય યાદવનો મિત્ર ઉદય શુક્લા કે જેના ચમેલી સાથે સંબંધો બંધાઈ ગયા હતા અને બંને વચ્ચે પણ શારીરિક સંબંધો રહ્યા હતા.

પછી ચમેલી ઉદય શુક્લા સાથે પણ જીવન વિતાવવા માંગતી હતી. પણ ઉદય પોતે પરિણીત હતો, જેને કારણે તે ચમેલી સાથે રહી શકતો નહોતો. ઉદય પણ તેનાથી ત્રાહિત હતો અને આવી રીતે ઉદય શુક્લા અને અજય યાદવે ભેગા મળીને ચમેલીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ઉદય બાઇક લઈને પદમલા ગામની મિની નદી પર પહોંચ્યો અને વેલેન્ટાઇન ડેના દિવસે સાંજે 7થી 8ના અરસામાં અજય ચમેલીને મિની નદી પર લઈ ગયો. જ્યાં પહેલા તો બંનેએ ભેગા મળીને ચમેલીનું ગળું દબાવ્યું અને પછી બ્રિજ પરથી ઘસડીને નીચે ફેંકી દીધી.

 

Shah Jina