વડોદરામાં 14 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા તેનું જ નવા પ્રેમી સાથે મળી કાંસળ કાઢી નાખ્યુ, જાણો આખી મેટર

Vadodara Murder Case : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. પ્રેમ સંબંધમાં ઘણીવાર લોકો એટલા આંધળા બની જાય છે કે ના કરવાનું કરી બેસે છે. ત્યારે આવો જ એક મામલો હાલ સામે આવ્યો. વડોદરામાં નવા પ્રેમી સાથે મળીને પત્નીએ જે પતિ સાથે 14 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા તેની જ હત્યા કરી દીધી અને મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દીધો.

પત્ની અને તેના પ્રેમીએ આ હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો પણ સમગ્ર મામલાનો પર્દાફાશ થયા બાદ પત્ની અને અન્ય આરોપીઓને પોલિસે જેલ હવાલે કર્યા. વડોદરાના સાવલીના ખાખરીયા ગામની સીમમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહના ત્રણ ટુકડા મળી આવ્યા બાદ પોલીસની ટીમ કામે લાગી હતી અને આખરે 6-7 દિવસ બાદ પોલિસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

 હાલોલના જમીન દલાલ જતીન દરજીની તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી દીધી અને અને લાશને રેલવે ટ્રેક પર ફેકી દીધી, જેથી હત્યાને અકસ્માતમાં ખપાવી શકાય. જણાવી દઇએ કે, જતીન દરજીએ બિનલ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ લગ્ન જીવનથી તેમને બે સંતાનો પણ છે. પણ બિનલ દરજીને તેના જ ગામના ધર્મેશ પટેલ સાથે પ્રેમ થઇ જતા તેણે પ્રેમમાં અંધ બની પતિનો કાંટો કાઢી નાખ્યો. 

પ્રેમી ધર્મેશે પણ પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા નાગજી ભરવાડ કે જેની ટ્રક ખરીદવા ડાઉન પેમેન્ટ ધર્મેશ પટેલે ભર્યું હતું, તે પૈસા જતા કરવાની લાલચ આપી જતીનની હત્યા કરવાનું કહ્યું. નાગજી ભરવાડે બે ઓળખીતા મજૂરોને સાથે રાખી હત્યાનો પ્લાન બનાવ્યો અને ધર્મેશ પટેલ પાર્ટી કરવાનું કહીને ખાખરીયાની સીમમાં લાવ્યા અને મજૂર વિજય અને સંદીપે ગળે ટૂંપો આપી જતીનની હત્યા કરા નાખી. જે પછી મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી દીધો કારણ કે તેને અકસ્માતમાં ખપાવી શકાય. 

જો કે, આ સમયે જતીનના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતાં અને પોલીસે તપાસ કરી તો જતીનના મોબાઈલની ડિટેઇલ ચેક કરી તો છેલ્લે નાગજી ભરવાડ સાથે તેની વાત થઈ હતી. તે બાદ પોલિસે નાગજી ભરવાડની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. જે બાદ નાગજી ભરવાડે સમગ્ર હકીકત પોલીસેને જણાવી દીધી અને જમીન દલાલની હત્યા પત્ની બિનલે જ કરાવી હોવાનું તપાસમાં ખુલ્યુ. હાલ તો પોલીસે આરોી પત્ની સહિત પાંચની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધ્યો છે.

Shah Jina