સ્વીટી પટેલ ક્રિકેટર હાર્દિક પંડ્યાને શું થાય ખબર છે ? રહસ્યમય જીવન વિશે સાંભળી ખળભળી ઉઠશો

શુ હતો મામલો 

વડોદરાના  PIના પત્ની ગુમ થવાના કેસમાં હજી સુધી તો તેમનો કોઇ પત્તો મળ્યો નથી ત્યારે આ કેસમાં હવે શંકાના દાયરામાં સ્વીટી પટેલના પતિ અને PI દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટે મંજૂરી આપી છે. કરજણ કોર્ટ દ્વારા આ મંજૂરી આપી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા PIના CDS ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુમ થયેલા સ્વીટી પટેલને શોધવા માટે દહેજ પંથકના વિવિધ ગામો ખાતે પોલીસની ટીમો તરફથી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘટનાની વિગત જોઇએ તો, પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ ઘણા સમયથી ગાયબ છે અને તેમની તપાસમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

પોલીસન તંત્ર સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. આ કેસમાં હાલમાં જ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા.

હાલ પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા છે. તેના DNA ટેસ્ટ પણ કરાશે. પોલિસ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવે છે કે, આ હાડકા સ્વીટી પટેલના હોઇ શકે છે. હવે હકિકત શુ છે તે તો FSL અને DNA રીપોર્ટ બાદ જ ખબર પડશે. PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કથિત રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા.

શનિવારના રોજ પોલિસને એક બિલ્ડિંગની પાછળ શંકાસ્પદ હાલતમાં સળગેલા હાડકા મળી આવ્યા હતા.હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને તે દિવસે PI દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતુ.

હવે રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ મળી આવેલ માનવ અવશેષો સ્વીટી બેનના છે કે નહિ.તમને જણાવી દઇએ કે, વડોદરાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા SOG PI દેસાઇના પત્ની સ્વીટી પટેલ 5 જૂનની રાતથી જ ગાયબ છે અને તે બાદ 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે છત્તાં પણ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

વડોદરા PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કેસમાં હાલ મોટો ખુલાસો થયો છે, જે સાંભળીને તમે પણ ચક્કર ખાઇ જશો. આ એક ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ હોય તેમ હવે લાગી રહ્યુ છે. 38 દિવસથી ગુમ સ્વીટી પટેલ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની સંબંધી છે.

તમને જણાવી દઇએ કે, સ્વીટી પટેલનો જે પૂર્વ પતિ છે તે હાર્દિક પંડ્યાના ફઇનો દીકરો છે. એટલે કે પહેલા હાર્દિક પટેલ સ્વીટી પટેલનો દિયર થતો હતો.  જો કે, હાલ તો સ્વીટી પટેલ અને હેતસ પંડ્યાના ઘણા સમયથી ડિવોર્સ થઇ ગયા છે.

(ડાબેથી સ્વીટી પટેલનાં પૂર્વ સસરા મહેશ પંડ્યા, રિધમ પંડ્યા અને પૂર્વ પતિ હેતસ પંડ્યા)

વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા હતા. ત્યારે હવે FSL રીપોર્ટ આવી ગયો છે. દહેજના અટાલી ગામ નજીક અવાવરુ જગ્યાએથી જે શંકાસ્પદ હાડકા મળી આવ્યા હતા

તેને સુરત FSLમાં મોકલવામાં આવ્યા હતા અને હવે તે રીપોર્ટમાં હાડકા  યુવાન અને મધ્યમ વર્ગની ઉંમરના માનવ શરીરના હોવાનું ખુલ્યુ છે, હવે પોલિસ આ દિશામાં તપાસ કરી રહી છે અને સ્વીટી પટેલના બે વર્ષના બાળકના અને જે અવશેષો મળી આવ્યા છે તેને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જે ગાંધીનગર ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.
સાભાર : દિવ્યભસ્કર
Source 1 Source 2

Shah Jina