આજકાલ આપઘાતના કિસ્સા રાજયમાં વધી રહ્યા છે ત્યારે વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને સુસાઇડ નોટ પણ લખી હતી.
યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ઘરેલુ હિંસાથી કંટાળીને વડોદરાના કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવકે આત્મહત્યા કરી છે. શિરીષ દરજીનો પરિવાર કરચિયા ગામના આમ્રપાલી સોસાયટીમાં રહેતો હતો. શિરીષે એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તથા તેના બાદ તે પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો.
ગત રાત્રે તેણે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સ્થાનિકોએ આ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

સૂસાઇડ નોટમાં તેણે લખ્યું કે, હું શુ કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મેં મારા મમ્મી તથા ભાઇ માટે વિચારીને પાછી આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવી.
તેણે આગળ લખ્યુ કે, મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યાં કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાય અને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ રસ્તો બાકી રહેતો નથી.

મૃતક યુવકની માતાએ રડતાં રડતાં સંપૂર્ણ આપવીતી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રે કહ્યું કે, આપણે મારા સાસુ-સસરાને પગે પડી માંફી માંગીને મારી પત્નીને તેડી આવીએ.
જો કે, તેમણે મોકલવાનો ઇનકાર કરી દેતો તેઓ પુત્રવધૂને મળવા ગયા હતા. જો કે, પત્નીએ તો જોરજોરથી બૂમો પાડવા માંડી અને પતિને બાયલો કહ્યો તેમજ બે લાફા મારી દીધા હતા. તેમણે વધુમાં કહ્યુ હતું કે, મને કહ્યું કે, તમે છોકરો થોડો જણ્યો છે, રાક્ષસ જણ્યો છે. આથી મને લાગી આવતાં હું ત્યાંથી જતી રહી અને કેનાલમાં કૂદી ગઈ હતી. જો કે, તેમને બચાવી લેવામાં આવ્યા હતા
પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષએ આત્મહત્યા કરી લીધી હતી.