વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, જાણીને હૈયું રડી પડશે

વડોદરામાં ગુરુવારે હરણી તળાવમાં પિકનિક મનાવવા ગયેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટિંગ કરી રહ્યા હતા તે સમયે જ બોટ પલટી મારી જતા મોટી દુર્ઘટના બની હતી. ત્યારે આજે એટલે કે શુક્રવારે આ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 17 થયો છે. જેમાં 15 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે.

બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને આને કારણે બોટનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઇ હતી અને બાળકો તળાવમાં ડૂબ્યા હતા. આ ઘટના સામે આવતા જ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે મોડી રાત સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ત્યારે મૃતક બાળકોના માતા-પિતાના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતું.

બોટ પલટી જવાની ઘટના બાદથી એક બાદ એક ખુલાસા થઇ રહ્યા છે. એવું સામે આવ્યુ હતુ કે બોટમાં જે બાળકો હતા તેમાંથઈ ઘણાને સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યુ નહોતુ અને કેપેસિટી કરતા વધારે બાળકોને બેસાડાયા હતા. ત્યારે આ મામલે વડોદરા પોલીસે મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેમજ બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

Shah Jina