ગુજરાત દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

વડોદરાની એક ડોકટરે શરૂ કરી છે અનોખી પહેલ, વાપરવા માટે આપે છે સ્ટીલના વાસણો, એ પણ નિઃશુલ્ક, જાણો કારણ

વડોદરામાં 22 વર્ષીય એક ડોક્ટરે પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે એક અનોખી પહેલ શરુ કરી છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ એવી ડોક્ટર ધ્વનિ ભાલાવતે ક્રોકરી બેન્ક શરુ કરી છે, જેમાં તેઓ લોકોને વિવિધ પ્રસંગોએ વાપરવા માટે સ્ટીલના વાસણો આપવાનું શરુ કર્યું છે.

Image Source

આજકાલ નાના-મોટા કોઈ પણ પ્રસંગે લોકોમાં ડિસ્પોઝેબલ પ્લેટ્સ વાપરવાનું ચલણ વધ્યું છે. લોકો આ પ્લાસ્ટિકના ગ્લાસ-ડીશ વાપરીને પછી ગમે તેમ ફેંકી દેતા હોય છે. જેનાથી પર્યાવરણને ખૂબ જ નુકશાન થાય છે, ત્યારે વડોદરાની આ ડોક્ટરએ પર્યાવરણની ચિંતા કરીને આ સમસ્યાના સમાધાન માટે એક ખાસ પહેલ શરુ કરી છે. તેમને પોતાના મિત્રો સાથે મળીને બચતમાંથી 50 સ્ટીલની પ્લેટ્સ, ગ્લાસ અને ચમચીનો સેટ વસાવ્યો અને હવે તે આ સેટ લોકોને વાપરવા માટે મફતમાં આપે છે.

આ પહેલ શરુ કરવા પાછળનો ઉદેશ જણાવતા ડૉ. ધ્વનિ કહે છે કે લોકો પ્લાસ્ટિકનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણની રક્ષા કરે એ જ તેમનો ઉદેશ છે. તેમને જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા વાંચ્યું હતું કે દિલ્હીની એક વ્યક્તિએ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે ક્રોકરી બેન્ક શરુ કરી હતી. એ પછી તેમને પણ આ આઈડિયા આવ્યો કે તેઓ પણ ક્રોકરી બેન્ક શરુ કરે.

Image Source

ડૉ. ધ્વનિનું માનવું છે કે સમાજ માટે કઈંક કરવું જોઈએ, અને ક્રોકરી બેન્ક શરુ કરવા માટે તેમને પરિવાર અને મિત્રોનો સાથ પણ મળ્યો. તેમને કહ્યું કે જે પણ કોઈ વ્યક્તિના ઘરે પ્રસંગ હોય ત્યારે તેઓ ફોન નંબર કે સોશિયલ મીડિયા પર તેમનો સંપર્ક કરીને આ વાસણ લઇ શકે છે. તેઓ જે-તે વ્યક્તિ પાસેથી આઈડી પ્રૂફ અને 5000 રૂપિયા ડિપોઝીટ તરીકે જમા રાખે છે અને વાસણ પરત આવી જતા ડિપોઝીટની રકમ આપી દે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks