10 વર્ષની ભાણી ઋત્વી શાહનો મૃતદેહ લેવા PM રૂમ પહોંચ્યા મામા, જણાવી બાળકીના માતા-પિતાની પરિસ્થિતિ, કહ્યુ- કોઇ જાતની સેફ્ટી ના રાખી ને ઘેટા-બકરાની જેમ બોટમાં ભર્યા…

કોઇ જાતની સેફ્ટી ના રાખી ને ઘેટા-બકરાની જેમ બોટમાં ભર્યા, 10 વર્ષની ભાણી ઋત્વી શાહનો મૃતદેહ લેવા આવેલા મામાએ કર્યો ખુલાસો

વડોદરામાં ગુરુવારે હરણી તળાવમાં પિકનિક મનાવવા ગયેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટિંગ કરી રહ્યા હતા તે સમયે જ બોટ પલટી મારી જતા મોટી દુર્ઘટના બની હતી. ત્યારે આજે એટલે કે શુક્રવારે આ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 17 થયો છે. જેમાં 15 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે.

બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને આને કારણે બોટનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઇ હતી અને બાળકો તળાવમાં ડૂબ્યા હતા. આ ઘટના સામે આવતા જ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 10 વર્ષિય ઋત્વી શાહના મૃતદેહને તેના મામા પીએમ રૂમ ખાતે લેવામાં આવ્યા હતા.

તેના મામાએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યુ કે ઋત્વી એકની એક ભાણી હતી. તેના માતા-પિતાની હાલત એટલી નથી કે તે તેમની દીકરીનો મૃતદેહ અહીં સુધી લેવા આવી શકે. તેમણે જણાવ્યુ કે- પિકનિકમાં મોકલવાની ઇચ્છા અમારી નહોતી પણ ફ્રેન્ડ્સને કારણે તે ગઇ અને સ્કૂલવાળાએ પણ કહ્યુ હતુ કે કંઇ નહિ થાય એટલે તેને પિકનિકમાં મોકલવામાં આવી હતી.

તેમણે જણાવ્યુ કે, કોઇ પણ જાતની સેફ્ટી ના રાખી અને ઘેટા બકરાની જેમ બધાને બોટમાં ભર્યા. જો બાળકોને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યુ હોત તો કદાચ અહીં (પીએમ રૂમ) ના ઊભું રહેવું પડ્યુ હોત.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

સોર્સ : ગુજરાત ફર્સ્ટ

Shah Jina