વડોદરા : મિકેનિકલ એન્જિનિયરનો આપઘાત, કંપનીમાં જ આંખના પલકારામાં ગળે ફાંસો ખાઇ લીધો

વડોદરામાં 27 વર્ષીય ભણેલા ગણેલા એન્જિનિયરે કંપીનમાં જ ખાધો ગળેફાંસો, 4 મહિના પહેલા જ પરણ્યો હતો….CCTV જોઈને ધ્રુજી જશો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આપઘાતનું કારણ પારિવારિક સમસ્યા તો ઘણીવાર લગ્નજીવનમાં ઝઘડા તો ઘણીવાર પ્રેમ સંબંધ કે ઘણીવાર આર્થિક સંકળામણ હોય છે. ત્યારે હાલ વડોદરામાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 27 વર્ષિય યુવક કે જે મિકેનિકલ એન્જીનિયર છે તેણે કંપનીમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. આ યુવકનું નામ યશ અગ્રવાલ છે અને તે વડોદરાના અકોટા પટેલ એસ્ટેટ પાસે સન્મુખ પાર્કમાં રહેતો હતો.

આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે યશ પહેલા તો 1 કલાક જેટલો સમય આંટાફેરા મારે છે અને પછી તે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લે છે. હાલ તો એવી માહિતી સામે આવી છે કે, મૃતકના ચારેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. યશ અગ્રવાલ મકરપુરા GIDCમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો. 2 જુલાઇના રોજ તેણે રાત્રે પટ્ટા વડે ગળે ફાંસો ખાધો હતો. તે મોડી સુધી ઘરે ન આવતા પરિવારે કંપનીમાં ફોન કર્યો હતો અને ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ યુવાનનો ભાઈ સિંગાપુર હોવાથી તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. હાલ તો યશે કેમ આપઘાત કર્યો તે સામે આવ્યુ નથી. આ ઘટના અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધ તપાસ હાથ ધરી છે. લગ્નના 4 મહિનામાં પુત્રએ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પોલિસ હાલ આ મામલે પરિવારની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વડસર બ્રિજ પાસે મૂળ ઉત્તર પ્રદેશના અને ઇન્દિરા નગર ખાતે રહેતા 22 વર્ષીય ભારતીદેવી યાદવના પતિ તેમના ભાઈને ટિફિન આપવા ગયા અને આ દરમિયાન તેમણે ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ ચાની લારી ધરાવે છે અને મહિલાને એક મહિનાનો ગર્ભ પણ હતો.

આ ઉપરાંત રાજકોટમાં પણ આપઘાતનો એક કિસ્સો સામે આવ્યો. જેમાં જૂના અને જાણિતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઇ પાંચાણીએ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર તે અને તેમની પત્ની રાત્રે એક રૂમમાં સાથે સૂતા હતા પરંતુ વહેલી સવારે જયારે હસમુખભાઈના પત્નીની આંખ ખુલી તો તેઓ તેમના પતિને શોધતા હોલમાં ગયા ત્યારે જ હસમુખભાઈના પત્નીએ તેમને આવી હાલતમાં જોયા.

Shah Jina