ડોલી ચાયવાલાએ કરી દિલ્લીની ફેમસ વડાપાવ ગર્લ સાથે મુલાકાત…વીડિયો થયો વાયરલ, ચંદ્રિકાએ કહ્યુ- ‘આજે મારુ સપનું પૂરુ થઇ ગયુ…’

‘આજે મારુ સપનું પૂરુ થઇ ગયુ…’ દિલ્લીની વડાપાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત સાથે થઇ ડોલી ચાયવાલાની મુલાકાત- વીડિયો થયો વાયરલ

વડાપાવ મુંબઈની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જો કે તેમ છતાં પણ આ દિવસોમાં દિલ્હીમાં વડપાવની જંગ જબરદસ્ત વાયરલ થઈ રહી છે અને તેનું કારણ એ છે કે દિલ્હીમાં જગ્યાએ જગ્યાએ વડાપાવ વેચાય છે અને તેના સારો હોવાનો દાવો કરે છે તેને વેચવાવાળા. જો કે, આ દરમિયાન, દિલ્હીમાં સૌથી પ્રખ્યાત વાયરલ વડાપાવ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિત છે, જે આ દિવસોમાં પોતાની અનોખી શૈલી અને સુંદરતા માટે ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઈ છે.

હાલમાં જ નાગપુરના પ્રખ્યાત ડોલી ચાયવાલા સાથે ચંદ્રિકાની મુલાકાત થઇ હતી. બંને દિલ્હીમાં મળ્યા હતા. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડોલી ચંદ્રિકાની મહેનતના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. ચંદ્રિકા ગેરા દીક્ષિતની વાત કરીએ તો, તે દિલ્હીના પ્રિતમપુરામાં પોતાનો સ્ટોલ લગાવી વડાપાવ વેચે છે.

દિલ્હીમાં અનેક જગ્યાએ વડાપાવ 30 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે આ વડાપાવ ગર્લ વડાપાવ 50 રૂપિયામાં વેચી રહી છે. તેમ છત્તાં પણ ચંદ્રિકાના સ્ટોલ પર લોકો વડાપાવ માટે લાંબી લાઇનોમાં પણ ઊભા રહે છે. આ સ્ટોલ તે તેની સાસુ અને પતિ સાથે મળી ચલાવે છે. ચંદ્રિકા તેની બોલવાની સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. ડોલી ચાયવાલાની વાત કરીએ તો, નાગપુરનો આ ચાવાળો આખી દુનિયામાં ફેમસ થઇ ગયો જ્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાંના એક બિલ ગેટ્સે તેના સ્ટોલ પર ચા પીધી.

તાજેતરમાં ડોલી ચાયવાલા માલદીવમાં સોહેલ ખાન સહિત ઘણા લોકોને મળ્યો હતો. IMDB સ્ટાર્સ પોર્ટલ અનુસાર, ડોલી ચા વેચીને એક દિવસમાં 2500 થી 3500 રૂપિયા કમાય છે. ડોલીના એક કપ ચાની કિંમત 7 રૂપિયા છે અને તે દરરોજ લગભગ 400 કપ ચા વેચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોલીની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયા છે. ડોલી ચાયવાલાએ વડાપાવ ગર્લ સાથે એક વીડિયો બનાવ્યો, જેમાં તે કહેતો જોવા મળે છે કે, ‘હું આજે દિલ્હીમાં છું. મેં દિલ્હીની વડાપાવ ગર્લ વિશે ઘણું સાંભળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by D🫖LLY (@dolly_ki_tapri_nagpur)

આ બહેન આજે જે કંઈ પણ છે તે તેમની મહેનતના કારણે છે. દીદીનું જે કામ છે અને મારું જે કામ છે તે મહેનતથી બન્યુ છે. ચંદ્રિકા કહે છે, ‘તે મારા રોલ મોડલ છે. કારણ કે તેઓએ પણ મારી જેમ ઘણું સહન કર્યું છે. હું ખૂબ નસીબદાર છું કે હું તેને મળી શકી.’ જણાવી દઇએ કે, ચંદ્રિકાનો વડાપાવ સ્ટોલ ઇન્ફ્લુએન્સરો માટે એક હોટ સ્પોટ બની ગયુ છે. પુનીત સુપરસ્ટારથી લઈને તહેલકાભાઇ સુધીના ઘણા મોટા સોશિયલ મીડિયા સ્ટાર્સ આ સ્ટોલ સુધી પહોંચી ચૂક્યા છે.

Shah Jina