અમદાવાદ: “એ માણસે મને ઉલ્લુ બનાવી છે, મારા શરીર સાથે રમત રમી” એવું સુસાઇડ નોટમાં લખીને અમદાવાદની પરિણીતાનો આપઘાત

અમદાવાદમાં બે-બે દીકરાને રખડતા મૂકી પરિણીતાએ કરી આત્મહત્યા…મમ્મીએ પતિને છોડી બીજા સાથે કર્યું લફરું અને સ્યુસાઇડ નોટમાં ખુલ્યું રાઝ

રાજ્યભરમાંથી આપઘાતના અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, હાલના સમયમાં લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે અને આવા સંબંધોના કારણે પણ ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં પરણીતાએ સુસાઇડ નોટ લખીને મોતને વહાલું કર્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વાડજમાં રહેતી અને 2 સંતાનોની માતાને લગ્ન બાદ કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા, એક વર્ષ સુધી સંબંધો રાખ્યા બાદ પરિણીતાના પ્રેમીનો અસલી ભાંડો ફૂટી ગયો હતો, તે એક કરતા વધુ મહિલાઓ સાથે પણ સંબંધો ધરાવતો હોવાની વાત પરણિતાને ખબર પડતા તેને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાની ત્યારે ખબર પડી જયારે મહિલાનો પતિ કામ પરથી પરત ઘરે ફરી રહ્યો હતો અને તેને પત્નીને દૂધ લેવા માટે ફોન કર્યો, પરંતુ ફોન તેની ચાર વર્ષની દીકરીએ ઉઠાવ્યો અને દીકરી રડતા રડતા મમ્મી મમ્મી કહી રહી હતી, જેના કારણે પતિને કંઈક અજુક્તું બન્યું હોવાની શંકા જતા તે ફટાફટ ઘરે પહોંચ્યા હતા.

ઘરે પહોંચીને જોયું તો પત્ની ફાંસીના ફંદે લટકેલી હતી, તેમને બુમાબુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તાબડતોબ 108ને ફોન કરવામાં આવતા ડોકટરે પરણીતાને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા વાડજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી.

પોલીસ તપાસ દરમિયાન મહિલાએ આપઘાત કરતા પહેલા લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં પરણીતાએ લખ્યું હતું કે, “હું મારા બે છોકરાઓને રખડતા મુકું છું, એના માટે બે છોકરાંઓ મને માફ કરજો, મેં મારી જિંદગીની બહુ મોટી ભૂલ કરી મનીષ પ્રજાપતિ જોડે સંબંધ રાખીને, એ માણસ મારા મન અને શરીર સાથે રમત રમી રહ્યો હતો. છેલ્લા 12 મહિનાથી એની સાથે મારા ખરાબ સંબંધ હતા. એમણે જીદ કરી હતી કે તને લવ કરું છું. હવે મને ખબર પડી કે એના જીવનમાં મારા જેવી કેટલીય બૈરીઓ છે.”

પરણીતાએ આગળ એમ પણ લખ્યું હતું કે, “એ ડેરીવાળી, શ્રીનાથમાં રહે છે એ, રાણીપ પાર્લરવાળી એવી અનેક સ્ત્રીઓ સાથે એને ખરાબ સંબંધો છે. એના આવા ખરાબ સંબંધોથી કંટાળી આત્મહત્યા કરું છું. એ માણસે મને ઉલ્લુ બનાવી છે. મારા તન અને શરીર જોડે રમત રમી છે. મારા મોતનુ કારણ મનીષ પ્રજાપતિ છે જે ચંદ્રભાગામાં સૌરભ સ્કૂલ પાસે રહે છે તેમનું ભીમજીપુરામ કાવ્યા મોટર્સ ગેરેજ છે. એને સજા મળવી જોઈએ.” પરણિતાની અંતિમ ચિઠ્ઠીના આધારે વાડજ પોલીસે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધ્યો છે.

Niraj Patel