ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસી રહ્યો છે કહેર… યાત્રીઓને ભરીને જઈ રહેલી બસ નાળામાં જ ઉંધી થઇ ગઈ, પેસેન્જરની ચીસો સાંભળીને હચમચી જશો, જુઓ વીડિયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નાળા પરથી પસાર થઇ રહેલી બસ પાણીમાં તણાઈ ગઈ, 35 પેસેન્જર હતા સવાર, ઘટનાનો લાઈવ વીડિયો થયો કેમેરામાં કેદ, જુઓ

Bus got stuck in the water :હાલ દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, ત્યારે ઘણા બધા વિસ્તારોમાં વરસાદના કારણે હાલ પણ બેહાલ થયા છે અને ઘણા વિસ્તારોમાંતો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. તેમાં પણ ઉત્તરાખંડની હાલત અત્યારે ખુબ જ ખરાબ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ આકાશમાંથી વરદી કહેર વરસી રહ્યો છે. ત્યારે હાલ એક મુસાફરોથી ભરેલી બસ ધનગઢી પુલ પર બનેલા નાળા પર પલટી ગઈ હતી. પાણીના જોરદાર પ્રવાહને કારણે બસ થોડે દૂર સુધી વહી ગઈ હતી. જેના કારણે મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો.

35 લોકો હતા બસમાં સવાર :

પોલીસે બસમાં સવાર 35 લોકોને જેસીબી મશીનથી બહાર કાઢ્યા હતા. તમામ સુરક્ષિત રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક KMU બસ UK 04 PA 0548 સાંજના પાંચ વાગ્યાના અરસામાં બાંસ ધનગઢી નાળાને ઓળંગી રહી હતી. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધવાના કારણે બસ પલટી ગઈ હતી અને બસ થોડે દૂર સુધી વહેવા લાગી હતી. જેના કારણે આસપાસ ઉભેલા લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા તેઓએ જાતે જ લોકોને બસમાંથી હટાવવાનું શરૂ કર્યું હતું.

તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા :

બે જેસીબી મશીનની મદદથી બસની અંદરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં મહિલાઓ, પુરૂષો અને બાળકો પણ સામેલ હતા. તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે બસમાં સવાર મુસાફરોનો સામાન પણ બહાર કાઢીને લોકોને આપવામાં આવ્યો હતો. કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. તમામ લોકો સુરક્ષિત હતા, તેમને ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.

રોડ પર લાગી ગયો જામ :

રામનગર. અકસ્માત બાદ ધનગઢી નાળાની બંને બાજુ જામ થઈ ગયો હતો. જેના કારણે લોકો બસો અને વાહનોમાંથી નીચે ઉતરીને લોકોને મદદ કરતા જોવા મળ્યા હતા. સાથે જ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ પણ સજ્જ થઈ ગઈ હતી. જોકે બાદમાં પલટી ગયેલી બસને હટાવીને ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. વરસાદી સિઝનમાં નાગરી નાળાએ અનેક લોકોના જીવ લીધા છે. પરંતુ અહીના લોકપ્રતિનિધિ ધનગઢી નાળા બાબતે ક્યારેય ગંભીર નથી. બ્રિજનું બાંધકામ શરૂ થઈ ગયું હતું, પરંતુ હવે ઉંચાઈનો પેચ અટવાઈ ગયો છે. જેના કારણે બાંધકામનું કામ બેલેન્સ અટકી ગયું છે.

Niraj Patel