કેદારનાથમાં થયેલ દુર્ઘટનામાં મોતને ભેટેલી ભાવનગરની 3 દીકરીઓના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં થશે, હીબકે ચઢ્યું છે આખું ભાવનગર, જુઓ તસવીરો

બે દિવસ પહેલા જ કેદારનાથમાં એક ખુબ જ દુઃખદ દુર્ઘટના ઘટી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ જયારે કેદારનાથથી દર્શન કર્યા બાદ છ મુસાફરોને લઈને ગુપ્તકાશી આવી રહેલું આર્યન હેલી કંપનીનું હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ વચ્ચે એક ટેકરી સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. હેલિપેડ પરથી ટેકઓફ થયાના બે મિનિટ બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

(મૃતક: પૂર્વા રામાનુજ)

સવારે લગભગ 11.34 વાગ્યે આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી (મસ્તા) માટે છ મુસાફરો સાથે ટેકઓફ થયું હતું પરંતુ ગરુડચટ્ટી દેવદર્શિનીમાં ગાઢ ધુમ્મસ વચ્ચે હેલિકોપ્ટરના પાયલટને સાચી દિશા દેખાઈ ન હતી અને સવારે 11.36 વાગ્યે હેલિકોપ્ટર અચાનક ટેકરી સાથે ટકરાઈ ગયું હતું અને તૂટીને જમીન પર પડ્યું.

(મૃતક: ઉર્વી બારડ)

આ દુર્ઘટનામાં ભાવનગરની પણ ત્રણ દીકરીઓ સામેલ હતી. ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ આ દુર્ઘટનામાં મોતને ભેટી જયારે અન્ય એક યુવતી પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હતી. સરકાર તરફથી આ દીકરીઓના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

(મૃતક: પૂર્વા રામાનુજ)

ત્યારે ભાવનગરમાં આ ત્રણેય દીકરીઓના નિધનના કારણે શોકનો માહોલ ફરી વળ્યો છે. તેમનો પરિવાર દીકરીઓના પાર્થિવ દેહને લેવા માટે પણ રવાના થઇ ગયો છે. તો બીજી તરફ આ દીકરીઓના પાર્થિવ દેહ તેમના પરિવારને મળી રહે તે માટે થઈને સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ મૃતક ઉર્વી બારડ અને કૃતિ બારડના પરિવારે દીકરીઓના અંતિમ સંસ્કાર હરિદ્રારમાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

(મૃતક: ઉર્વી બારડ)

ઉર્વી અને કૃતિના પાર્થિવ દેહ તેમના પરિવારને મળતા જ તેઓ હરિદ્વારમાં અંતિમ વિધિ કરશે તો બીજી તરફ અન્ય મૃતક પૂર્વા રામાનુજના પાર્થિવ દેહને ભાવનગર લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અંતિમ સંસ્કાર ભાવનગર જિલ્લાના સિહોરમાં કરવામાં આવશે. આ ઘટનાને લઈને ચારેય તરફ શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

(મૃતક: પૂર્વા રામાનુજ)

આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. પીએમએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરની ત્રણ દીકરીઓ આ દુર્ઘટનામાં મોતને ભેટી હોવાની માહિતી ટ્વીટ કરી હતી.

Niraj Patel