કપલનુ હવામાં રોમાન્સ અને સંંબંધ બાંધવાનું સપનું થઇ શકે છે પૂરુ, જાણો કેટલા આપવા પડશે પૈસા

હવામાં સુખ માણવા એરલાઈન્સ લાવી જોરદાર ઓફર! ટિકિટ લેવા થઈ રહી છે પડાપડી

ઘણા લોકો દુનિયામાં અલગ-અલગ રીતે પ્રેમ અને રોમાન્સ કરવાના સપના જુએ છે અને ઘણા લોકો પોતાના સપનાને પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જાય છે. પરંતુ, જો તમારું સપનું હવામાં પ્રેમ કરવાનું અને જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ સંબંધ બાંધવાનું છે, તો એક અમેરિકન એરલાઇન કંપનીએ તમારા માટે અનોખી ઑફર આપી છે. યુએસ સ્થિત એક કંપની કપલ્સ માટે એક અનોખી ઓફર લઈને આવી છે અને તમે જમીનથી હજારો ફૂટ ઉપર હવામાં તમારા પાર્ટનર સાથે અંતરંગ પળો માણી શકો છો.

એટલું જ નહીં, એરલાઇન કંપનીએ કહ્યું છે કે તમારી પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને આ મુસાફરી 45 મિનિટની હશે. એટલે કે સંપૂર્ણ 45 મિનિટ સુધી તમે વિમાનમાં ઉડતી વખતે તમારા પાર્ટનર સાથે રોમાન્સ અને સંબંધ બાંધી શકો છો. આ અનોખો પ્લાન લેવા માટે તમારે માત્ર $995 એટલે કે 74,274 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લેન લાસ વેગાસથી ઉડે છે અને ખૂબ જ ઓછા અંતરની મુસાફરી કરે છે. પ્લેનની અંદર કપલ જ્યાં રહે છે તે જગ્યાને પડદાથી ઢાંકી દેવામાં આવી છે.

આટલું જ નહીં, પાયલટ એવા હેડફોન પહેરે છે જેથી વિમાનની અંદર આવતા અવાજો તેને સંભળાય નહીં. આ સિવાય પાયલટ માટે એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે તે હંમેશા કોકપીટમાં જ રહેશે. તેને દંપતીની આસપાસ જવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાની એરલાઇન કંપની લવ ક્લાઉડ આ અનોખો પ્લાન લઈને આવી છે. દરેક સફર પછી એરક્રાફ્ટમાં આખો બેડ સાફ કરવામાં આવે છે. જો કોઈ રોમેન્ટિક રાત્રિભોજન કરવાની યોજના ધરાવે છે, તો કાર્પેટને બદલે, ટેબલ, ખુરશીઓ અને બાર બનાવવામાં આવે છે. આ પ્લેનમાં સેમ્પન્સ સિવાય કોઈ દારૂ પીરસવામાં આવતો નથી.

બ્રિટિશ અખબાર ‘ધ સન’ના અહેવાલ મુજબ, કાઝુમી સ્ક્વિર્ટ્સ નામની એક મોડેલે હજારો ફૂટની ઉંચાઈ પર સંબંધ બાંધવા માટે ‘લવ ક્લાઉડ’નું પ્લેન ભાડે લીધું હતું. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી મોડલ કાઝુમી સ્ક્વર્ટ્સે તેના બોયફ્રેન્ડ સાથે હજારો ફૂટની ઊંચાઈએ રોમાન્સ અને સંબંધ બાંધ્યો હતો.

Shah Jina