વીડિયો : ઉર્વશી રૌતેલાએ ખુલ્લેઆમ ઋષભ પંતની ઉડાવી મજાક? ઈશારામાં પંત વિશે બોલી આવું.. ‘મારાથી નાનો…’

‘મારાની નાનો…’ ઉર્વશી રૌતેલાએ ખુલ્લેઆમ લીધી ઋષભ પંતની મજા, ઇશારો ઇશારોમાં ક્રિકેટરને લઇને કહી દીધી મોટી વાત

ઉર્વશી રૌતેલા બસ કર, મેરા પીછા છોડ દે…આ શબ્દો છે ભારતીય ક્રિકેટર ઋષભ પંતના. જેણે કંટાળીને ઉર્વશી રૌતેલા માટે આ પોસ્ટ લખી હતી. ઋષભ પંત જ્યારે પણ હેડલાઈન્સમાં આવે છે ત્યારે ઉર્વશી રૌતેલાનું નામ તેની સાથે આપોઆપ જોડાઈ જાય છે. આને સંયોગ ન ગણી શકાય. હાલમાં જ ફરી એક વાર કંઈક આવું થયું, તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ એક મેટ્રિમોનિયલ સાઈટની જાહેરાત કરી.

આ દરમિયાન તે કહેતી જોવા મળી હતી કે તે બિઝનેસમેન અને એક્ટર્સ સહિત ઘણા લોકોને મળી છે. આ પછી તે ક્રિકેટરો તરફ પણ આંગળી ચીંધે છે અને કહે છે કે કેટલાક ક્રિકેટરો પણ છે અને ઘણા એવા છે જે મારી હાઇટના પણ નથી. હવે ઉર્વશીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો જોઇ ઋષભની યાદ આવી ગઈ. લોકોએ પંતની એ પોસ્ટને યાદ કરી તે જેમાં તે કહેતો જોવા મળ્યો હતો કે બહેન પબ્લિસિટી માટે હજુ કેટલું કરીશ. હવે ઉર્વશીની આ પોસ્ટ પર ઘણા લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોકો કહી રહ્યા છે કે ઉર્વશીએ આવી બાબતોમાં પંતને ટાર્ગેટ કરવાનું બંધ કરવું જોઈએ. વર્ષ 2018માં એક સમય એવો હતો જ્યારે એવી અફવા હતી કે ઉર્વશી અને ઋષભ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તે સમયે પણ ઋષભ દિલ્હી તરફથી રમતો હતો. ઉર્વશી ઈચ્છતી હતી કે આ રિલેશનશિપ ઓફિશિયલ બને પરંતુ એવું ન થયું. જો કે, પછી બંને અલગ થઇ ગયા. ત્યારથી ઉર્વશી અવાર નવાર પંતને લઇને મોજ કાપતી જોવા મળે છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્વશીએ પંત તરફ ઈશારો કર્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત પંત પર આડકતરી રીતે નિશાન સાધી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

Shah Jina