પીરિયડ્સના પહેલા દિવસે ઉર્ફી જાવેદે જાહેરમાં કરી દીધું આવું કામ, જોતા જ રહી જશો

ઉર્ફી જાવેદ તેના સ્ટાઈલિશ, ગ્લેમરસ અને યુનિક લુકને લઈને સૌથી વધારે ચર્ચામાં રહેતી હોય છે પરંતુ જયારે જયારે હસીના ટ્રેડિશનલ લુકમાં નજર આવતી હોય છે તો કમાલ થઇ જતું હોય છે. તેવામાં ઉર્ફી ફરી એક વખત તૂટેલા ફાટેલા છોડીને સૂટ પહેર્યો તો લોકો દેખતા જ રહી ગયા. એરપોર્ટ પર સ્પોટ થયેલી ઉર્ફીએ આ વખતે તેના લુકથી હેરાન નહિ પરંતુ દીવાના બનાવી દીધા હતા.

શુક્રવારે ઉર્ફી જાવેદને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં સફેદ સૂટ પર આસમાની દુપટ્ટો ઓઢીને ઉર્ફી સુંદર લાગી રહી હતી. આમતો ઉર્ફી ખુબ જ ગ્લેમરસ અને સ્ટાઈલિશ છે જયારે પણ આ હસીના ટ્રેડિશનલ લુકમાં નજર આવતી હોય છે તો ખુબ જ સુંદર દેખાતી હોય છે અને આ વખતે પણ એવું જ થયું અને તેને ઇન્ડિયન લુકમાં દરેક લોકોનું દિલ જીતી લીધું હતું.

ઉર્ફીએ સફેદ કલરનું સ્પેગેટી સ્ટાઇલ કુર્તી અને પ્લાઝો પહેર્યું હતું. તેની સાથે ઉર્ફીએ બ્લુ નેટ વાળો દુપટ્ટો ઓઢેલો હતુ. ઉર્ફી જાવેદના ચાહકો વિચારતા હતા કે આજે આ આટલા અલગ અંદાજમાં કેમ નજર આવી રહી છે.

આ દરમ્યાન સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઉર્ફી જાવેદ જાતે પેપરાજીને કહી રહી છે કે તેને આજે પીરિયડ્સ થઇ ગયા છે. તેના પેટમાં દુખાવો થઇ રહ્યો છે. તબિયત ઠીક નથી. ઉર્ફી જાવેદ પેપરાજીને કહે છે કે તેને પીરિયડ્સ આવી ગયા છે, પહેલો દિવસ છે. પેપરાજીએ કહ્યુ કે તેને અછૂત માનવામાં આવે છે.

તેના પર ઉર્ફીએ કહ્યું કે અછૂત કોને માનવામાં આવે છે? તમે 10મી સદીમાં રહી રહ્યા છો કે શું? લો અડી લીધું તમને, હવે કહો અછૂત થઇ થઇ ગયા શું? પેપરાજીએ કહ્યું કે આવું લોકો કહે છે. તેના પર ઉર્ફીએ કહ્યું કે કોઈ નથી બોલતું તમારે ત્યાં બોલવામાં આવતું હશે અમારે અહીંયા તો નથી બોલતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જયારે ઉર્ફી 17 વર્ષની હતી ત્યારે તેણે ઘર છોડી દીધું હતું જેના પછી તેણે બાળકોને ટ્યૂશન ભણાવવાથી લઈને કોલ સેન્ટર સુધી કામ કરેલું છે અને પછી તે મુંબઈ આવી ગઈ હતી જ્યારબાદ તેની સાચી સ્ટ્રગલ શરુ થઇ હતી.

Divyansh