ગમખ્વાર અકસ્માત : ઉપલેટા પાસે ચાલુ ઇકો કારનું ટાયર ફાટ્યું, એક બાજુનો આખો ભાગ ચીરાઇ ગયો, ફરવા નીકળેલા ભાવિ દંપતીનું મોત, 2ને ગંભીર ઇજા

ઉપલેટા નજીક ઇકો કારનો ભયંકર ઇકસ્માત, એકસાથે આટલા લોકોના થયા મૃત્યુ- જાણો વિગત

રાજયમાંથી ઘણીવાર અનેક અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે જઇ રહેલી કારનું અચાનક ટાયર ફાટતા કારની એકબાજુના ભાગનો ભુક્કો બોલાઇ ગયો હતો. આ કારમાં પાંચ લોકો સવાર હતા.

આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જયારે ત્રણ લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રાજકોટના ઉપલેટા નજીક થયો હતો. ઇકો કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને પોરબંદર હાઇવે તરફથી આવી રહેલ આ કારમાં પાંચ લોકો હતા,

જેમાં એક ભાવિ દંપતી હતા, જેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. ભાવિ દંપતીનું નામ લિખિતાબેન અને અર્જુનભાઇ જાણવામાં આવી રહ્યુ છે. અન્ય ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા પહેલા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ બેની હાલત ગંભીર જણાતા તેમને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..

પોરબંદર તરફથી ઉપલેટા તરફ આવી રહેલ ઇકો કારનું અચાનક ટાયર ફાટતા કાર પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટના ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે સર્જાઇ હતી. ઇકો કારના એક બાજુના ચીથરા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા જ 108 તેમજ પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલિસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Shah Jina