“RRR” ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચી રામ ચરણની પત્ની ઉપાસના, સ્ક્રીન ઉપર પતિને જોઈને કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ “RRR”ને અપેક્ષા કરતા વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ . થિયેટરોમાં ‘RRR’નો ઘોંઘાટ છે. જુનિયર એનટીઆર અને રામ ચરણની જોડીને પડદા પર એકસાથે જોઈને ફિલ્મ ચાહકોની ખુશી સાતમા આસમાને છે. જે પ્રેમને ચાહકો લૂંટી રહ્યા છે. હવે સિનેમા હોલમાંથી રામ ચરણની પત્નીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

અહીંયા RRR રિલીઝ થઈ, અને બીજી બાજુ રામ ચરણની પત્ની ઉપાસના કામીનેની સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા. રામ ચરણે શાનદાર ફિલ્મનો હિસ્સો બનીને દર્શકોને એક મોટી ભેટ આપી દીધી હતી. આ પછી તેની પત્ની ઉપાસના કામીનેની સાથે થિયેટર પહોંચવું આકર્ષક બન્યું. રામ ચરણ આવતાની સાથે જ ચાહકોએ તાળીઓ અને સીટીઓ સાથે તેમનું સ્વાગત કર્યું.

રામ ચરણ પ્રત્યે ચાહકોનો આ પ્રેમ અને ઉત્સાહ જોઈને ઉપાસના કામીનેનીએ પણ તેમને કંપની આપવાનું વિચાર્યું. તેથી જ તેણે થિયેટરમાં પ્રેક્ષકો સાથે તેના પતિ અને સાઉથ સુપરસ્ટાર રામ ચરણને ચીયર કરવાનું શરૂ કર્યું. જેના બાદ ઉપાસના લોકોના કેમેરામાં ઝડપાઈ ગઈ અને તેનો  વીડિયો વાયરલ થવા લાગ્યો.

રામ ચરણને આ રીતે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેના પર કાગળો ઉડાડવા લાગે છે. સાથે જ રામ ચરણની પત્ની ઉપાસના પણ તેના પતિને ખુશ કરવા લાગે છે. વીડિયોમાં ઉપાસના ગ્રે ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને સફેદ રંગના જેકેટમાં જોવા મળી રહી છે અને તે પણ  કાગળ લઈને ઉડાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસ ઉપર કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પહેલા દિવસે જ આ ફિલ્મે 257 કરોડનો બિઝનેસ કરી લીધો. જે કોઈપણ ભારતીય ફિલ્મની સૌથી વધુ ઓપનિંગ ડે કમાણી છે. આ સાથે જ વિદેશોમાં પણ “RRR” ફિલ્મ ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

Niraj Patel