ખબર

Big News: હવે અહીંયા પણ લંબાઈ ગયું લૉકડાઉન, આ તારીખ સુધી લાગુ રહેશે કડક પાબંધીઓ

ઉત્તર પ્રદેશમાં લોકડાઉનનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. હવે 10 મે એટલે કે સોમવારે સવારે 7:00 વાગ્યા સુધી સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. પહેલા ગુરૂવાર એટલે કે, 6 મે સવારે 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા પરંતુ હવે સોમવાર સવાર સુધી પ્રતિબંધો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પંચાયતની ચૂંટણી બાદ યુપીના દરેક ગામમાં ચેપ લાગવાનો ભય છે. આને કારણે સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, અગાઉ આવેલા આદેશ મુજબ ગુરુવારે સવારે 7 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી બજાર ખોલવાના હતાં.

સરકારે તમામ જિલ્લા પ્રશાસનને ગામડાઓમાં વેક્સિનેશન અને સેનિટાઈઝેશન ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે. લોકડાઉન દરમિયાન આવશ્યક વસ્તુઓ, દવાની દુકાન સહિતનો ઈ-કોમર્સ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટીમ-9 સાથે થયેલ બેઠકમાં કહેયુ કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે સરકાર સતત જરૂરી પગલા ભરી રહી છે. પ્રદેેશવ્યાપી સાપ્તાહિક બંદી પ્રભાવી છે. તેને વધુ વિસ્તાર આપવામાં આવી રહ્યો છે. હવે સોમવારે સવારે 7 વાગ્યા સુધી આંશિક કોરોના કર્ફયુ પ્રભાવી રહેશે.