રમતા-રમતા યુગ આપી રહ્યો હતો ગાળો તો મેં ઇંટથી કચડી તેને જાનથી મારી નાખ્યો…12 વર્ષના છોકરાએ કરી 6 વર્ષના છોકરાની હત્યા

તમે ઘણીવાર રમતગમતમાં થતા ઝઘડા જોયા હશે. માસૂમ બાળકો ઘણીવાર રમતી વખતે એકબીજા સાથે ઝઘડતા હોય છે અને તેમની વચ્ચે દલીલો પણ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે 12 વર્ષના છોકરાએ નજીવી તકરારમાં 6 વર્ષના માસૂમનું માથું ઈંટ વડે કચડી નાખ્યું. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સામે આવી છે, જ્યાં રમત-રમતમાં નજીવી તકરારને કારણે 12 વર્ષના બાળકે તેના કરતા નાના 6 વર્ષના બાળકનું માથું ઈંટ વડે કચડીને તેને મારી નાખ્યો. બાળકનો મૃતદેહ જોઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માસૂમના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઉત્તર પ્રદેશના રામપુરથી આ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રમતમાં બંને બાળકો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. આ પછી 12 વર્ષના છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો. ગુનો કર્યા બાદ તે ઘર તરફ ભાગ્યો. આ દરમિયાન તેણે સામેથી કોન્સ્ટેબલને આવતો જોયો. બાળકે મહિલા કોન્સ્ટેબલને જાણ કરી કે યુગ લોહીથી લથપથ હાલતમાં છે. ઘટનાસ્થળે પહોંચેલા કોન્સ્ટેબલે યુગનું લોહીથી લથબથ શરીર જોયું તો તેમના પણ હોંશ ઉડી ગયા. મહિલા કોન્સ્ટેબલે યુગની હત્યા અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુગની લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસમાં લાગી ગઈ.

યુગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસ આરોપીને પકડવા માટે એકત્ર થઈ ગઈ હતી. શંકાના આધારે પોલીસે યુગના બાળપણના મિત્રને કસ્ટડીમાં લીધો, જ્યારે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી તો તેણે ખોટા જવાબો આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું, જ્યારે પોલીસે કડક પૂછપરછ શરૂ કરી તો 12 વર્ષના છોકરાએ આશ્ચર્યજનક વાત કહી. બાળકે પોલીસને જણાવ્યું કે 6 વર્ષનો યુગ છેલ્લા કેટલાક દિવસોથી તેની સાથે દુર્વ્યવહાર અને ઝઘડો કરતો હતો. આ પછી તેણે યુગનું માથુ ઈંટ વડે કચડી તેને મારી નાખ્યો. લાંબા સમય બાદ પણ યુગ ન જાગતાં તે ગભરાઈને ઘર તરફ ભાગ્યો અને આ દરમિયાન રસ્તામાં પોલીસ કોન્સ્ટેબલ મળી આવ્યા. જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

આ મામલે વધુ વિગતો આપતા એએસપીએ જણાવ્યું કે રમત દરમિયાન બંને બાળકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસને પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે યુગ ઘણા દિવસોથી તેની સાથે ગાલી-ગલોચ કરી રહ્યો હતો. આ કારણસર ઈંટ વડે હુમલો કરી તેણે યુગની હત્યા કરી નાખી. હવે આ મામલે કાર્યવાહી કરીને બાળકને જેલમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

Shah Jina