કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે કયાંક બેડ તો કયાંક ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે અને આવામાં કોરોના વાયરસના હળવા લક્ષણો વાળા દર્દીઓને ડોક્ટર ઘરે રહીને જ સારવાર કરવાનું કહે છે. હોમ આઇસોલેશનમાં દર્દીની સારવાર કરનાર પર જવાબદારી વધી જાય છે. તેને દર્દીની સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખવું પડે છે.
United nations of india એ હાલમાં જ કોરોના સંક્રમિતોને લઇને શુ સાવધાની રાખવી જોઇએ તે વિશે જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, જો કોઇ તમારા ઘરમાં બીમાર છે તો તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકો છો.
જો તમે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છો તો તમને ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓ વિશે જાણ હોવી જરૂરી છે. દર્દીના ડોક્ટરના સંપર્કમાં રહેવુ અને તેમના જણાવેલા નિર્દેશોનું પાલન કરવું.
United nations of india એ જારી કરેલી એડવાઇઝરી અનુસાર, સંક્રમિત વ્યક્તિ માટે અલગ રૂમ તૈયાર કરો, જે બાકીના રૂમથી દૂર હોય. રૂમને સારી રીતે હવાદાર રાખો અને વારંવાર બારીઓ ખોલો. એક ઘરના સભ્યને જ સંક્રમિત પાસે મોકલો, જે જોખમમાં નથી અને બહારના લોકો સાથે સૌથી ઓછો સંપર્ક રાખે છે.
બીમાર વ્યક્તિની મદદ કરનાર માણસ મેડિકલ માસ્ક જરૂર પહેરો. સંક્રમિત વ્યક્તિના વાસણ, કપડા, તેના ઉપયોગ વાળી વસ્તુઓ અલગ રાખો. નિયમિત રૂપથી બીમાર વ્યક્તિઓના લક્ષણોની દેખભાળ રાખો. જો વ્યક્તિ ગંભીર બીમારી માટે હાઇ રિસ્કમાં છે, તો તેનું વિશેષ ધ્યાન રાખો. બીમાર વ્યક્તિને વધારે આરામ કરવા દો અને હાઇડ્રેટેડ રહો. સમય પર બોડીનું તાપમાન અને ઓક્સિજન લેવલની તપાસ કરતા રહો.