લગ્નમાં જમવાની કરી એવી વ્યવસ્થા કે મહેમાનો રહી ગયા હેરાન, વીડિયો જોઇ લોકો બોલ્યા- આ ભાઇ તો અંબાણી-ટાટાથી પણ આગળ નીકળી ગયા…

લગ્નમાં ડિનરની કરી એવી વ્યવસ્થા કે અંબાણીના ત્યાં પણ આવું નહિ હોય, વીડિયો જોઇ લોકો પણ હેરાન

લગ્નને ખાસ અને યાદગાર બનાવવા લોકો શું-શું કરતા હોય છે ? કેટલાક ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરે છે, તો કેટલાક લગ્નમાં શાનદાર ડેકોરેશન કરાવે છે. ઘણા લોકો લગ્નને ખાસ બનાવવા પાણીની જેમ પૈસા ખર્ચી નાખતા હોય છે, ત્યારે હાલમાં એવા જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહેમાનો માટે સિંહાસનની ડિઝાઈનવાળી શાહી ખુરશીઓ લગાવેલી જોઇ શકાય છે, જેના પર મહેમાનો શાહી શૈલીમાં પીરસવામાં આવતા ભોજનનો સ્વાદ લેતા જોવા મળે છે. આ ઉપરાંત જે સ્ટેન્ડ પર મહેમાનો થાળી રાખઈ ભોજન કરી રહ્યા છે તે પણ ખાસ છે.

પ્લેટ ગોલ્ડન પ્લેટેડ છે અને તેમાં મોરની ડિઝાઈન છે. વીડિયો જોઈને એવું લાગે છે કે આ લગ્ન આજના જમાનાના નથી પણ રાજા-મહારાજાના જમાનાના છે. સોશિયલ મીડિયા પર આ અદ્ભુત ડિનર પાર્ટીનો વીડિયો જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. સોનાના સિંહાસન પર બેસીને મહેમાનોને સોનાની પ્લેટમાં ભોજન પીરસવામાં આવતું હતું.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા છે. યુઝર્સ એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે તે ટાટા અને અંબાણીઓ કરતા પણ આગળ નીકળી ગયો. જો કે, એકે એવું કહ્યુ કે- જ્યાં લાખો લોકો ગરીબી રેખા નીચે જીવે છે, ત્યાં પૈસાનો આવો દેખાડો શર્મનાક છે.

Shah Jina