બીમાર માતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે દીકરીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન, બે કલાક બાદ જ થમી ગયા શ્વાસ

ICUમાં દીકરીએ કર્યા લગ્ન, પછી માતાએ લીધા અંતિમ શ્વાસ….રડાવી દેશે ફોટા અને વીડિયો

તમે ફિલ્મોમાં ઘણી વખત હોસ્પિટલમાં લગ્ન થતા જોયા હશે, પરંતુ હકીકતમાં આવો એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ એક મહિલાએ પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા અને પછી થોડા કલાકોમાં જ તેમના શ્વાસ થમી ગયા. આ ઘટનાથી પરિવારના સભ્યો અને સંબંધીઓ તેમજ હોસ્પિટલના કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઇ હતી. વાસ્તવમાં, આ ઘટના બિહારના ગયામાંથી સામે આવી છે,

જિલ્લાના ગુરુરુ બ્લોકના બાલી ગામના રહેવાસી લલન કુમારની પત્ની પૂનમ કુમારી વર્મા હૃદયની બિમારીથી પીડિત હતી. તેમને આશા સિંહ મોડ મેજિસ્ટ્રેટ કોલોની પાસે સ્થિત આર્શ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લાંબા સમયથી બીમાર હતી. દર્દીની હાલત ગંભીર ગણાવતા તબીબે કહ્યું કે મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. આના પર મૃતકે પરિવારની સામે એક શરત મૂકી કે દીકરી ચાંદની કુમારીના તેમના જીવતા જ લગ્ન કરી દેવામાં આવે.

કારણ કે, તેમની પુત્રીની સગાઈ ગુરુઆ બ્લોકના સલેમપુર ગામના રહેવાસી સુમિત ગૌરવ સાથે 26 ડિસેમ્બરે થવાની હતી. પરંતુ યુવતીની માતાના આગ્રહને કારણે સગાઈની તારીખના એક દિવસ પહેલા બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ પછી બંનેએ હોસ્પિટલના જ ICU રૂમના દરવાજાની બહાર લગ્ન કરી લીધા અને પૂનમ તેની સાક્ષી બની. મહિલાની બિમારીના ગમ વચ્ચે લોકોના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી પણ દેખાતી હતી.

પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જેનાથી પૂનમ અને તેના પરિવારજનો ડરી ગયા. લગ્નના થોડા સમય બાદ પૂનમનું અવસાન થયું. લગ્નના બે કલાક પછી જ માતાને ગુમાવનાર ચાંદનીએ જણાવ્યું કે તેની માતા પૂનમ વર્મા મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ANM તરીકે કામ કરતી હતી. તે કોરોના પીરિયડથી સતત બીમાર હતી. તે હૃદયની બીમારીથી પીડિત હતી. ઉલ્લેખનીય છે કે,

મહિલાની તબિયત લથડતાં સગાઈની નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા બંનેના લગ્ન થયા અને માતા આઈસીયુ બેડ પર મેડિકલ સાધનોની વચ્ચેથી દીકરી અને જમાઈને જોતી રહી. પંડિતે બંનેને લગ્ન જીવનના શપથ લેવડાવ્યા હતા અને બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા હતા. દુઃખની વાત એ હતી કે લગ્નના બે કલાક બાદ જ યુવતીની માતાનું અવસાન થયું હતું.

Shah Jina