વિદેશી યુવકને ડેટિંગ એપ ઉપર ગમી ગયો ભારતનો મુરતિયો, બંનેએ એકબીજાને ડેટ કર્યું અને પછી કર્યો હેરાન કરી દેનારો નિર્ણય

અનોખી પ્રેમ કહાની: ભૂરિયાને ગમ્યો ભારતનો મુરતિયો, બંનેએ એકબીજાને કર્યું ડેટ અને પછી આવ્યો આ ટ્વીસ્ટ

એવું કહેવાય છે કે પ્રેમમાં કોઈ બંધનો નથી હોતા, ના નાત-જાત, ના રંગ રૂપ કે ના જોજનો સુધી ફેલાયેલા અંતરોના કે ના કોઈ સરહદોના. અને હાલના સમયમાં તો સમલૈંગિક સંબંધોના પણ બંધનો નડતા નથી. ભારતની અંદર સમલૈંગિક સંબંધોને હવે માન્યતા આપી દેવામાં આવી છે, ત્યારે સોશિયલ મીડિયા અને સમાચારમાં આવા સંબંધો લગ્નમાં પરિણમતા પણ હવે જોવા મળે છે. (તમામ તસવીરો/ સોશિયલ મીડિયા)

હાલ એવી જ એક ખબર ખુબ જ ચર્ચામાં છે, જેમાં એક વિદેશી યુવકે ભારતીય યુવક સાથે હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. એવું કહેવાય છે કે સાચો પ્રેમ ક્યાંય પણ ક્યારેય પણ મળી જાય છે. બસ તેનું આ એક ઉદાહરણ આ ભારતીય છોકરો અને પોલેન્ડનો યુવક છે. જે બંને થોડા સમય પહેલા જ લગ્ન બંધનમાં બંધાયા છે.

દિલ્હીનો ગૌરવ અરોરા ઉર્ફે ગેરી અને પોલેન્ડનો પ્રજેમેક પાવલીકી ઉર્ફ પ્રણય સાથે જો હોજ ખાસ વિલેજમાં એક બીજાને પહેલીવાર મળ્યા, જેના બાદ બંનેમાં પ્રેમ થઇ ગયો અને પછી બંને લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા.

મીડિયા રિપોર્ટ અનુસાર બંને એક બીજા સાથે એક ડેટિંગ એપ દ્વારા જોડાયા હતા જેના બાદ તેમની આ સફર નવી દિલ્હીમાંથી શરૂ થઇ.  જ્યાં તે બંને હૌજ ખાસ વિલેજ,આ પોતાની પહેલી ડેટ માટે મળવા આવ્યા.

આ બાબતે પ્રણયનું કહેવું છે કે, “હું પોલેન્ડના વારસોનો રહેવાસી છું. અહીંયા ફરતી વખતે મને એક ડેટિંગ એપ ઉપર ગેરીની પ્રોફાઈલ મળી. હું તરત જ તેનાથી પ્રભાવિત થઇ ગયો અને મને ખબર હતી કે મારે તેને મળવાનું છે.”

તો ગેરીનું કહેવું છે કે ‘અમે તરત એકબીજા સાથે જોડાયા અને પછી મુલાકાત કરી. થોડા દિવસ સુધી એક સાથે સમય વિતાવ્યો પછી એક બીજાના પ્રેમમાં પડી ગયા.” જો કે જયારે પ્રણયના જવાની સમય આવ્યો ત્યારે ગેરીને તેને પોલેન્ડ આવવા અને પરિવાર સાથે મળવવા માટે આમંત્રણ આપ્યું. જેના બાદ બંને હંમેશા માટે એક બીજા સાથે જોડાઈ ગયા.”

બંને એક સાથે રહેવા લાગ્યા અને 4 વર્ષ સુધી તે બંને પોલેન્ડમાં રહ્યા. જ્યાંથી તે એમ્સ્ટર્ડમ ચાલ્યા ગયા. પ્રણયે વેલેન્ટાઈન વીક દરમિયાન ગેરીને તેના હોમટાઉન વારસો પાંચ જતી વખતે ટ્રેનમાં પ્રપોઝ કર્યો. અને ગેરીએ પણ જવાબમાં હા કહ્યું.

જેના બાદ બંનેએ દેશી અંદાજમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મહેંદીના પ્રસંગથી લઈને પીઠી અને શેરવાની પણ પહેરાવવામાં આવી. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, અને આ તસવીરો અને વીડિયોને જોતા લાગે છે કે આ લગ્નથી બંને કેટલા બધા ખુશ છે.

Niraj Patel