ગીરના યુવક અને અમેરિકાના ગોરી મેમની લવ સ્ટોરી આ રીતે થઇ હતી શરૂ, પ્રેમમાં પડ્યા બાદ કર્યા હિંદુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન

ગીરના બલદેવ ભાઈએ કહ્યું મને લાગ્યું તે મારા માટે પરફેક્ટ છોકરી છે, અમેરિકાનાં લીલીની અનોખી પ્રેમકહાની- જુઓ PHOTOS

હાલમાં સોશિયલ મીડિયા મારફતે વિદેશી યુવતિ કે યુવકને ભારતીય યુવક કે યુવતિ સાથે પ્રેમ થયો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જે બાદ તેઓ પોતાની અને પરિવારની મરજી મુજબ વિધિવત લગ્ન પણ કરતા હોય છે. આ બધા વચ્ચે ગીર પંથકના યુવકની ફેસબુકના માધ્યમથી શરૂ થયેલ મિત્રતા પ્રેમમાં પરીણમી અને દાંપત્‍ય જીવન સુધી પણ પહોંચી… સો.મીડિયા સાઇટ ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવકને અમેરિકાની યુવતી સાથે મિત્રતા થઇ અને તે બાદ વર્ચ્‍યુઅલી વાતચીતોમાં બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી અને હવે આ પ્રેમ દાંપત્‍ય જીવનમાં પરીણમ્યો છે.

એવું કહેવાય છે કે વિધિના વિધાન કોઇ બદલી શકતું નથી, જો તમારા ભાગ્‍યમાં લખેલો જીવનસાથી સાત સમુદ્ર પાર હોય તો પણ તે કોઇના કોઇ રીતે તો તમને મળી જ જાય છે. આ જ કહેવતને સાર્થક કરતો કિસ્‍સો ગીરથી સામે આવ્‍યો. અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્‍દુ રિવાજ અનુસાર તેની સાથે લગ્‍ન કર્યા હતા. તેણે તેના હાથમાં દુલ્હાના નામની મહેંદી પણ લગાવી હતી.  તાલાલા ગીરમાં રહેતા  બલદેવ આહિરને ફેસબુક મારફતે અમેરિકાની એલિઝાબેથ સાથે મિત્રતા થઇ હતી અને તે બાદ તેમની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી.

જે બાદ તે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ. બલદેવ આહિર જણાવે છે કે, તેમણે BSC બાદ લંડન જઇને MBAનો અભ્‍યાસ કર્યો છે. 2014માં લંડનથી પરત આવ્‍યા બાદ તેઓ જોબ કન્સલ્ટન્‍સીનો વ્‍યવસાય કરે છે. વર્ષ 2019માં તેણે અમેરિકા સ્‍થ‍િત એલીઝાબેથને ફ્રેન્‍ડ રીક્વેસ્‍ટ મોકલી હતી અને થોડા સમય બાદ રીકવેસ્‍ટ એકસેપ્‍ટ થયા પછી તેણે મેસેન્‍જરમાં મેસેજ કર્યો હતો, જેનો રીપ્‍લાય આવતા તેઓ વચ્‍ચે સામાન્‍ય વાતચીતનો દોર શરૂ થયો હતો. જે બાદ બંનેએ એકબીજાનો મોબાઇલ નંબર પણ એક્સચેન્જ કર્યો અને વાતચીત વધતી ગઇ.

ઘણા દિવસો પછી એલિઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વીડિયો કોલ આવ્‍યો અને પછી લગભગ 6 મહિનાના સમયગાળા દરમિયાન તે બંને વચ્‍ચે તેમના અભ્‍યાસ અને પરીવાર તથા તેના સંબંધી વાતો થઇ હતી. આ દરમિયાન બંનેને એકબીજા પર લાગણી બંધાઇ અને બલદેવે પોતાની પ્રેમની લાગણી એલિઝાબેથ સામે વ્યક્ત કરી અને તે બાદ એલિઝાબેથે બલદેવની રહેણી-કહેણી, કલ્‍ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્‍યો હતો. ત્‍યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણે તેની બલદેવ પ્રત્‍યેની લાગણી વ્‍યક્ત કરી હતી.

યુવકે જણાવ્યુ કે, બંનેએ તેમના પરિવારજનોને પણ આ વિશે વાત કરી અને એકવાર એલિઝાબેથે તેના ભાઇ બહેન સાથે બલદેવની વાત પણ કરાવી હતી. જે બાદ યુવતિના પરિવારજનો બલદેવથી પ્રભાવિત થયા હતા અને પછી એલિઝાબેથે બલદેવ સાથે લગ્ન કરલાનું નક્કી કર્યુ હતુ. તેણે ભારત આવવાની પણ વાત કહી હતી. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્‍દુ વિધિ મુજબ લગ્‍ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્‍વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્‍ન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગીરના યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તે જન્મથી તલાલા રહે છે, તેણે BSC અને MBA લંડનથી કર્યુ છે. જે બાદ તે વર્ષ 2014માં લંડનથી પરત ફર્યો હતો અને તે હાલ પોતાનો વ્યવસાય કરે છે. તે કન્ટલટિંગનો વ્યવસાય કરે છે. તેણે વર્ષ 2019ની આસપાસ તેની પત્નીને ફેસબુક પર રિકવેસ્ટ મોકલી હતી. તે કહે છે કે તેને એવું ખબર ન હતી કે તે બંને આટલા આગળ વધી જશે. થોડા સમય પછી લીલી એટલે કે એલિઝાબેથે ફેસબુક રિકવેસ્ટ એક્સેપ્ટ કરી અને મેસેન્જરમાં વાત થઇ. પછી વોટ્સએપ નંબરની આપ લે થઇ હતી. અચાનક એક દિવસે તેનો ડાયરેક્ટ વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો.

બલદેવ આગળ જણાવે છે કે, થોડા સમય સુધી વાત કર્યા બાદ તેને એવું લાગ્યુ કે, તે તેના માટે પરફેક્ટ છોકરી છે અને તેના પ્રત્યે તેની ફીલિંગ્સ પણ છે. બલદેવે 6 મહિના બાદ તેની ફિલિંગ્સ શેર કરી. ત્યારે બલદેવે લીલીને તેની ફીલિંગ્સ જણાવી. આ સમયે લીલીએ કહ્યુ કે, તેને થોડો સમય જોઇએ છે તેના વિશે અને પરિવાર તેમજ કલ્ચર વિશે જાણવા માટે. થોડા સમય બાદ લીલીએ પણ તેની ફીલિંગ્સ બલદેવ સાથે શેર કરી હતી. બલદેવે તેની માતા સાથે પણ લીલીને મળાવી તેમને અંગ્રેજી ન આવતુ હોવાથી બલદેવ ટ્રાન્સલેટ કરતો હતો.

જે બાદ થોડા સમય પછી લીલીએ તેના ભાઇ અને બહેન સાથે મળાવી. તે લોકોને બલદેવ સારો લાગ્યો અને બલદેવને પણ તે લોકો બરાબર લાગ્યા. લીલીએ બલદેવને કહ્યુ કે તેના રીતિ રીવાજ અનુસાર એટલે કે અહીંના હિંદુ રીતિ રીવાજ અનુસાર તેને લગ્ન કરવા છે. જે બાદ તેમના લગ્ન કરાવવામાં આવ્યા. હાલ તો તે લોકો હેપ્પી મેરિડ લાઇફ જીવી રહ્યા છે.

Shah Jina