એક બાજુ ચા બની રહી અને બીજી બાજુ ખાટલા પર કેટલાક લોકો મોબાઇલ ચલાવી રહ્યા હતા અને કેટલાક ખુરશી પર બેસી રહ્યા હતા. બધુ ઠીક ઠાક ચાલી રહ્યુ છે ત્યારે જ અચાનક એક અનિયંત્રિત બોલેરો પિકઅપ દુકાનમાં ઘૂસી ગઇ અને નાસભાગ મચી ગઇ, પિકઅપ ટ્રક બધાને કચડતા આગળ વધી ગઇ. આ ભયાનક દુર્ઘટના દુકાનના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ, જે બાદ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો.
વીડિયો જોઇ તો લોકોના રૂંવાડા પણ ઊભા થઇ ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે બધુ એટલી જલ્દી થઇ ગયુ કે લોકોને બચીને ભાગવાનો મોકો પણ ન મળ્યો. આ ઘટના 17 ડિસેમ્બરની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે અને ગુજરાતના સુરતના સારોલી વિસ્તારમાંથી આ સામે આવી છે. જણાવી દઇએ કે, હાઈસ્પીડ બોલેરો પિકઅપ ચાલકે સ્ટિયરિંગ પરથી પોતાનું સંતુલન ગુમાવ્યુ અને તે સીધી જ ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ઘૂસી ગઇ,
જે સમયે પિકઅપ દુકાનની અંદર ધસી આવી ત્યારે એક છોકરો ચા બનાવી રહ્યો હતો અને કેટલાક લોકો દુકાનની બહાર ખાટલા પર આડા પડ્યા હતા અને કેટલાક ખુરશી પર બેઠા હતા. જે સ્ટોલ પર ચા તૈયાર કરવામાં આવી રહી હતી તેના પર વાહન સૌથી પહેલા ટકરાયુ અને પછી ખુરશી અને ખાટલા પર બેસેલા લોકોને કચડી આગળ વધ્યુ અને દિવાલ સાથે અથડાયુ.
આ બધું એટલી ઝડપથી થયુ કે કોઈને બચીને ભાગવાની તક પણ ન મળી. પિકઅપ એક-બે ક્ષણની અંદર જ એવી રીતે ધસી આવી કે કોઇ કંઈ સમજી શક્યુ નહીં. આ ઘટનાને કારણે ત્રણ લોકોને ઈજા થઈ છે. એમાં એક વ્યક્તિને ત્રણથી ચાર ફ્રેક્ચર થયાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટના બાદ પિકઅપનો ચાલક ઘટનાસ્થળે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
सूरत:
क्या इस तरह भी दुर्घटना होती है… pic.twitter.com/7daOHqLrcI— Raghvendra Pandey🇮🇳 (@bhaiyaji25) December 19, 2022