વાહ વાહ…ગુજરાતની વ્હારે આવી વિશ્વ ઉમિયાધામની અમેરિકા ટીમ, 12 લાખ ડોલરની આ કામની વસ્તુ મોકલી

કોરોના વાયરસની આ ઘાતક મહામારી વચ્ચે ગુજરાત માટે વિદેશોમાંથી સહાય મળી રહી છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યની સ્થિતિ ખુબ જ કપરી છે. આ સ્થિતિમાં ઘણી જગ્યાએથી બેડની અછત, ઓક્સિજનની અછત જેેવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે અને લોકોને આ બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોરોનાની સ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમ વહારે આવી છે.

કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી છે. મોકલવામાં આવેલા 335 કંસેન્ટ્રેટરને વિવિધ જિલ્લાઓમાં, સંસ્થાઓમાં અને હોસ્પિટલોમાં નિ:શુલ્ક મોકલવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા ઓક્સિજન કંસેન્ટ્રેટરને ગુજરાતમાં જરૂરિયાત ધરાવતી હોસ્પિટલો અને સંસ્થાઓને મોકલવામાં આવશે. કોરોના મહામારીની આ બીજી ઘાતક લહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભારતની વહારે આવી છે

Shah Jina