આ હોટ એરહોસ્ટેસે જેકલીનના ગીત પર કર્યો એવો ડાંસ કે સોશિયલ મીડિયા પર મચી ગયો તહેલકો- જુઓ વીડિયો

બોલ્ડ દેખાતી એર હોસ્ટેસે ઠુમકા લગાવ્યા! વીડિયો જોઈને તમારું પણ દિલ આઈ જશે
સ્પાઈસજેટની એક એર હોસ્ટેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે, કારણ કે તે દરરોજ કોઈને કોઈ ગીત પર ડાન્સ કરીને લોકોને પોતાના ફેન બનાવે છે. આ પ્રખ્યાત એર હોસ્ટેસનું નામ છે ઉમા મીનાક્ષી…જે અવારનવાર તેના વીડિયો માટે ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહે છે. ઉમાના ઘણા ડાન્સ વીડિયો પણ વાયરલ થયા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન્સ પણ બની ગયા છે. ઉમા તેના ચાહકો માટે કોઈને કોઈ વીડિયો શેર કરતી રહે છે.

હવે ઉમાનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સૈફ અલી ખાન અને જેકલીન ફર્નાન્ડીઝના ગીત ‘મુજે તો તેરી લત લગ ગઇ’ પર આકર્ષક ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીત સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, અનીલ કપૂર અને જેકલીન ફર્નાંડિસ સ્ટારર ફિલ્મ “રેસ 2″નું છે. તે એર હોસ્ટેસના આઉટફિટમાં સજ્જ અને આઇડી પહેરી આ ગીતની ધૂન પર નાચતી જોવા મળી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે એરપોર્ટ લોન્જ એરિયામાં ડાન્સ કરી રહી છે.

જ્યારે તેણે ગીતના હૂક સ્ટેપ કર્યા તો લોકોને તે ખૂબ પસંદ આવ્યું. એવું લાગી રહ્યુ છે કે, આ વીડિયો કેબિન ક્રૂના એક સભ્ય દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેંસેશન ઉમાએ કેટલાક હેશટેગ સાથે વીડિયોના કેપ્શનમાં મુજે તો તેરી લત લગ ગઇ લખ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

લોકો તેના આ વીડિયો પર ફાયર અને હાર્ટ ઇમોજીસ ઉપરાંત હાય, કેટલી સુંદર પ્રિન્સેસ છે, શાનદાર ડાન્સ, ક્રેઝી મેડ જેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકો જોયો છે.આ વીડિયોને 14 હજારથી વધુ લોકોએ લાઇક પણ કર્યો છએ.

Shah Jina