તુર્કીના ફાઇટર ડ્રોનથી રૂસ પર તબાહી મચાવી રહ્યુ છે યુક્રેન, જુઓ રશિયાની આર્મીના બે કાફલાને કેમ ઉડાવ્યો? દાવો કરીને વીડિયો રિલીઝ કર્યો

24 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય અનુસાર સવારે 8.30 કલાકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ પછી રશિયન સેનાએ યુક્રેન પર હવાઈ હુમલો શરૂ કર્યો. 28 ફેબ્રુઆરી, રૂસ-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછીનો પાંચમો દિવસ છે. આ યુદ્ધમાં રશિયા તેની સૈન્ય શક્તિ આધુનિક શસ્ત્રોના કારણે યુક્રેન પર છવાયેલુ છે. પરંતુ યુક્રેનના ફાઈટર ડ્રોન Bayraktar TB-2 એ રશિયાના છક્કા છોડાવી દીધા છે. તુર્કીના આ ડ્રોનનો યુક્રેન ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન દ્વારા યુક્રેને રશિયાની તેલ ભરેલી ટ્રેન અને સેનાના કાફલાને ઉગ્ર હુમલો કરીને ઉડાવી દીધું હતું. (તમામ તસવીરો વીડિયોમાંથી લીધેલ છે)

યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે ડ્રોને ખાર્કિવ શહેરની નજીક રશિયન આર્મીના એક આખા સ્તંભને નષ્ટ કરી દીધું છે. કોમ્બેટ ડ્રોન Bayraktar TB-2 રશિયા માટે મોટો પડકાર બની ગયો છે. રશિયા આશ્ચર્યચકિત છે કે યુક્રેનિયન સૈન્ય આ ડ્રોનનો સફળતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે ? તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે નાગાર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન પણ આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ડ્રોનની શક્તિના કારણે છેલ્લા 30 વર્ષથી કરખાબ પર કબજો જમાવી રહેલી આર્મેનિયન સેનાના પગ ઉખડી ગયા હતા. નોંધનીય છે કે યુક્રેને 2019માં તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદવાની શરૂઆત કરી હતી. હવે તે તેનો ઉપયોગ રશિયન સેના પર કરી રહ્યુ છે. યુક્રેનિયન સૈન્યએ ટીબીટી 2 ડ્રોનની મદદથી રશિયન ટેન્ક અને સશસ્ત્ર વાહનો પર આક્રમક હુમલો શરૂ કર્યો. યુક્રેનના વાયુસેનાના વડા લેફ્ટનન્ટ જનરલ માયકોલા ઓલેશ્ચુકે હુમલાની પુષ્ટિ કરી અને આ ડ્રોનને “જીવન આપનાર” ગણાવ્યું.

આ દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ઘણા Bayraktar TB-2  ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનના દૂતાવાસે એક ડઝનથી વધુ સૈન્ય વાહનો ધરાવતા રશિયન સૈન્ય કાફલા પર થયેલા મોટા હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. આ હુમલામાં રશિયન લડાયક વાહનો નાશ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ કિવથી 60 માઈલ દૂર આવેલા મલયાનના છે.

અમેરિકન MQ-9ની સરખામણીમાં તુર્કીનું Bayraktar TB2 થોડું સશસ્ત્ર છે. તેમાં ચાર લેસર-ગાઈડેડ મિસાઈલ લગાવી શકાય છે. રેડિયો ગાઈડેડ હોવાથી આ ડ્રોન 320 કિમીની રેન્જમાં ઓપરેટ કરી શકાય છે. આ ડ્રોન બનાવનારી કંપની Bikerએ 1984માં ઓટો પાર્ટ્સ બનાવવાનું શરૂ કર્યું, બાદમાં તે એરોસ્પેસ ઉદ્યોગમાં જોડાઈ ગઈ. તુર્કીનો દાવો છે કે અન્ય ઘણા નાટો દેશો પણ તેની સાથે વ્યવહાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે.

યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે બીજો હુમલો ચોર્નોબેવકામાં થયો હતો, જે યુક્રેનના દક્ષિણ વિસ્તારમાં છે. નાટોના સભ્ય પોલેન્ડે ગયા વર્ષે કહ્યું હતું કે તે તુર્કી પાસેથી 24 TB2 ડ્રોન ખરીદશે. તુર્કીનો દાવો છે કે અન્ય ઘણા નાટો દેશો પણ તેની સાથે વ્યવહાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે. TB2 ડ્રોને 2020ની શરૂઆતમાં સીરિયાના આકાશમાં તેની શક્તિ બતાવીને વિશ્વમાં એક છાપ ઉભી કરી.

યુક્રેનનો દાવો છે કે આ લડાઈમાં તેના 352 નાગરિકો માર્યા ગયા છે. જેમાં 14થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. ત્યાં, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને રશિયન સેનાના 4,300થી વધુ સૈનિકોને મારી નાખ્યા હતા. યુક્રેનના મંત્રાલય અનુસાર, યુક્રેન સિવાય અન્ય દેશોમાં શરણ લેનારા લોકોની સંખ્યા વધીને 3 લાખ 86 હજાર થઈ ગઈ છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. જો કે, ગુજ્જુરોક્સ ઉપરોક્ત તમામ વીડિયો સાચા છે કે નહિ તેની પુષ્ટિ કરતુ નથી.

Shah Jina