રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 24 કલાક બાદ જગ્યાએ જગ્યાએ જોવા મળી બરબાદી, જુઓ ભયાનક દ્રશ્યો

યુક્રેન પર રશિયન હુમલાનો આજે બીજો દિવસ છે. ગુરુવારે રશિયાએ સમગ્ર યુક્રેનમાં 200થી વધુ હુમલા કર્યા. જેથી તમામ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લાખો લોકોએ સબવે, મેટ્રો સ્ટેશન, ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં આખો દિવસ અને રાત વિતાવી. ઘણી જગ્યાએ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ યુદ્ધમાં ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને પણ ગુમાવ્યા છે.

યુદ્ધના 24 કલાક બાદ ચારેય બાજુ ભય અને તબાહીનો માહોલ છે, શુક્રવારે સવારે યુદ્ધ શરૂ થયાને 24 કલાક થઈ ગયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 137 યુક્રેનિયનોના મોત થયા છે અને 316 લોકો ઘાયલ થયા છે. જેમાં સામાન્ય લોકોની સાથે યુક્રેનિયન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનની રાજધાની કિવ સહિત સમગ્ર યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યા છે. આ દરમિયાન, રશિયન હુમલાનો જવાબ આપી રહેલી યુક્રેનની સરકારે 18થી 60 વર્ષની વયના લોકોને તેમના વતન છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રૂસના હુમલામાં યુક્રેનના ઘણા નાગરિકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દરમિયાન હવે અમે તમને કેટલીક તસવીરો બતાવી રહ્યા છે જે ખૂબ જ ભયાનક છે.યુક્રેનની એક તસવીર વાયરલ થઇ રહી છે જે કિવમાં રહેતી નતાલી સેવર્યુકોવાની છે. હવાઈ ​​હુમલામાં તેમનું એપાર્ટમેન્ટ નાશ પામ્યું હતું. રાજધાની કિવના ઉત્તરીય વિસ્તારમાં રહેતી મહિલાના ઘર પર મિસાઈલ પડી હતી. લુહાન્સ્કના સ્ટારોબિલ્સ્ક શહેરમાં આવેલી ઈમારતને પણ રશિયન વિમાનોએ નિશાન બનાવી હતી.

ખાર્કિવની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. અહીં હુમલાના ડરથી હજારો લોકોએ સબવેમાં તેમની રાત વિતાવી. ડનિટ્સ્કમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. બાળકો સાથે ઘણા પરિવારો ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં રહેવા ગયા છે. તેમના ચહેરા પર ચિંતા અને બેચેની સ્પષ્ટ જોઈ શકાય છે. યુક્રેનના ઘણા વિસ્તારોમાં, લોકો બધાની સુખાકારી માટે ચર્ચમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

યુક્રેનની રાજધાની કિવમાં હુમલા દરમિયાન લોકો સબવેમાં ઘૂસી ગયા હતા. અહીં તેમણે દિવસ-રાત વિતાવ્યા.  ગુરુવારે રાત્રે કિવની શેરીઓ નિર્જન રહી હતી. કર્ફ્યુ જેવી સ્થિતિ હતી. સરકારે લોકોને સલામત સ્થળે ખસી જવા કહ્યું. એક બીજી તસવીર વાયરલ થઇ હતી જે કિવના સબવેની હતી. લોકો અહીં પણ રોકાયા છે. ખાવા-પીવામાં પણ તકલીફ થઇ રહી છે.

બચાવ ટીમનો એક સભ્ય રશિયન હુમલામાં ઘાયલ થયેલા એક વૃદ્ધની સારવાર કરી રહ્યો હોવાની તસવીર પણ વાયરલ થઇ રહી છે. એક ફોટો કિવમાં યુક્રેન ડિફેન્સ મિનિસ્ટ્રીના ઈન્ટેલિજન્સ ઓફિસનો છે. અહીં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો બળી ગયા હતા. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેણે ખાર્કિવમાં એક રશિયન સૈનિકને માર્યો છે.

યુક્રેનનું એક વિમાન કિવ નજીક ક્રેશ થયું હતું. બચાવકર્મીઓ ક્રૂ મેમ્બર્સને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનિયન સૈનિકો રોકેટ લોન્ચર સાથે યુક્રેનના ખાર્કિવમાં રશિયન હુમલાનો જવાબ આપવા તૈયાર છે.રશિયન હુમલાના વિરોધમાં જર્મનીની રાજધાની બર્લિનમાં પણ દેખાવો યોજાયા હતા. આ દરમિયાન એક મહિલા પુતિનને રોકવાની અપીલ કરે છે.યુક્રેન પરના હુમલાના વિરોધમાં સામેલ એક બાળક, જે પુતિનને હત્યારા તરીકે વર્ણવતું પોસ્ટર ધરાવે છે.

Shah Jina