કોરોના સંક્રમિત માતા સાથે તેમની સેવા કરવા માટે આવેલી બંને દીકરીઓને પણ ભરખી ગયો કોરોના, 5 જ દિવસમાં આખો પરિવાર વેર-વિખેર

કોરોનાના કારણે ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે. ઘણા લોકો કોરોના સામેનો જંગ હજુ લડી રહ્યા છે તો ઘણા પરિવારોએ પોતાના પરિવારણ સદસ્યોને હંમેશા માટે ગુમાવી પણ દીધા છે. આ બધા વચ્ચે જ એક ખુબ જ દુઃખદ ખબર આવી રહી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક અઠવાડિયાની અંદર જ એક આખો પરિવાર ખતમ થઇ ગયો છે. કોરોનાની ચપેટમાં આવવાના કારણે માતા સાથે બે દીકરીઓના પણ મોત થઇ ગયા હોવાની ખબર આવી રહી છે.

આ ઘટન ઉજ્જૈનના મહામૃત્યુંજય દ્વાર પાસેની છે. જ્યાં 55 વર્ષીય સંધ્યા જોશીને ગળામાં ખરાશ અને શરદી હતી. વધારે તબિયત ખરાબ થવાના તેમને આરડી ગાર્ડી કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

પોતાની માતાની હાલત ખરાબ થતા જોઈને અને પોતાના ભાઈને એકલો સમજીને તેમની મદદ કરવા માટે તેમની બંને દીકરીઓ 35 વર્ષીય શ્વેતા નગર અને 34 વર્ષીય નમ્રતા મહેતા પોતાના સાસરી ઈન્દોરથી માતાની સેવા કરવા માટે ઉજ્જૈન આવી ગઈ.

આ દરમિયાન પોતાની માતાની સેવા કરી રહેલી બંને દીકરીઓ પણ કોરોના સંક્રમણનો શિકાર બની. જેના બાદ દીકરી શ્વેતાને તેજનકર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. તો નમ્રતાને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

આ બધા વચ્ચે જ 19 એપ્રિલના રોજ મા સંધ્યા જોશીનું મોત થઇ ગયું.  તો 20 એપ્રિલના રોજ મોટી દીકરી અને તેના ત્રણ દિવસ બાદ 23 એપ્રિલના રોજ નાની દીકરીનું મોત થઇ ગયું. પરિવારમાં ત્રણેય લોકોના મોત બાદ એક 22 વર્ષીય દીકરો એકલો જ બચ્યો છે. તે પણ કોરોના સંક્રમિત હતો પરંતુ તેનો રિપોર્ટ હાલમાં નેગેટિવ આવ્યો છે.

મૃતક સંધ્યા જોશીના પતિ રંજન જોશીનું અવસાન પહેલા જ થઇ ચુક્યો છે. કોરોને એક આખા પરિવારને વેર-વિખેર કરી નાખ્યો છે.

Niraj Patel