એકતરફ માતાનું નિધન થયું અને બીજી બાજુ ઘરે શોક મનાવવા આવેલા લોકો સાથે હસતો દેખાયો ઉદય ચોપરા, વીડિયો વાયરલ થતા થયો ટ્રોલ

માતા મરી ગઈ અને ધૂમનો એક્ટર ઉદય ચોપરા અંતિમ સંસ્કારમાં હસી રહ્યો છે, જુઓ

પ્રખ્યાત નિર્દેશક યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીના સાસુ પામેલા ચોપરાનું ગત 20 એપ્રિલે નિધન થયું હતું. તેઓ 15 દિવસથી વેન્ટિલેટર પર હતી અને ન્યુમોનિયાથી પીડિત હતી. તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. તેમના ઘરે સેલેબ્સ પણ પામેલાના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ દરમિયાન તેમના દીકરા ઉદય ચોપરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પામેલા ચોપરાના અંતિમ સંસ્કાર 20 એપ્રિલની સવારે મુંબઈમાં કરવામાં આવ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ ચોપરાના જુહુ સ્થિત નિવાસસ્થાને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન આદિત્ય ચોપરા, ઉદય ચોપરા, રિતિક રોશન, કરણ જોહર અને કેટરિના કૈફ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન ઉદય ચોપરાનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહ્યો છે.

જ્યારે તમામ સ્ટાર્સ આ મુશ્કેલ સમયે તેને સાંત્વના આપવા પહોંચ્યા હતા, ત્યારે અભિનેતા આવી ક્ષણે હસતા જોવા મળ્યા હતા. ઉદય ચોપરાને નેટીઝન્સની નજર પડતાં જ તેઓએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ચાહકોને એ જોઈને આશ્ચર્ય થાય છે કે માતાના અચાનક જવાથી કોઈ કેવી રીતે ખુશ થઈ શકે છે.

હાલમાં ઉદય ચોપડાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ સતત અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘મેં પહેલીવાર પુત્રને આવું વર્તન કરતા જોયા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, શરમજનક ઉદય ચોપરા, તેમની માતાની વિદાય છે અને તે હસી રહ્યા છે.” એકે લખ્યું, “આ  અંતિમ સંસ્કાર જેવું ઓછું અને લગ્ન સમારંભ જેવું વધુ લાગે છે.”

તમને જણાવી દઈએ કે, 20 એપ્રિલે પામેલા ચોપરાનું નિધન થયું હોવાની માહિતી મળી હતી. જો કે તેમના મૃત્યુના કારણ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. 11 વર્ષ પહેલા તેમના પતિ અને પ્રખ્યાત નિર્દેશક યશ ચોપરાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાલમાં પામેલા ચોપરાના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લહેર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel