ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો પ્રેમ પ્રકરણના કારણે ઘણા વ્યાજખોરના ત્રાસને કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં જ અંજારમાં રહેતી બે વ્યાજખોર સગી બહેનોના ત્રાસથી એક યુવકે જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર યુવકના આપઘાત બાદ પોલીસ સ્ટેશનમાં આ બંને બહેનો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો, જેના બાદ બંને બહેનોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બંને બહેનો વિરુદ્ધ જયારે ગુન્હો નોંધાયો હતો ત્યારે તે ફરાર થઇ ગઈ હતી પરંતુ પોલીસે મોઘપર બોરીચી પાસેથી બંનેને ઝડપી પડી હતી.

મરતૂક યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેને બંને બહેનોને કડક સજા થાય તેવી માંગણી પણ કરી હતી. આરોપી બંને બહેનોના નામ આરતી ગોસ્વામી અને તેની મોટી બહેન રિયા ગોસ્વામી છે. આ બંને બહેનોએ મૃતક અનીશ અને તેના ભાઈને રૂપિયા વસૂલવા માટે માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી થી. જેના લઈને અનીશે ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બાદ અંજાર પોલીસમાં આ બંને બહેનો વિરુદ્ધ દુષ્પ્રેરણા સહીત વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેના લઈને બંને બહેનો ફરાર થઇ ગઈ હતી. જેના બાદ બંને બહેનોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે નામંજૂર થતા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી પણ ના મંજુર થતા પોલીસ દ્વારા બને બહેનોની ધરપકડ કરવામાં આવી હતી.