સુરતમાં બે યુવકના હાર્ટ એટેકથી મોત: પુત્ર ઘરે આવ્યો ત્યાં પિતાની હાલત લથડી – હાર્ટ એટેકથી બચવું હોય તો વાંચો ટિપ્સ
ગુજરાતમાંથી હાર્ટ એટેકના મામલા છેલ્લા ઘણા સમયથી સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં સુરતમાંથી બે લોકોના હાર્ટ-એટેકથી મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. નવાગામ વિસ્તારમાં હજુ તો 4 કલાક પહેલા જ દીકરો ધોરણ 10ની પરીક્ષા આપીને ઘરે આવ્યો હતો. ત્યારે પિતાને ચક્કર આવ્યા અને ઉલટી થયા બાદ અચાનક ઢળી પડતા મોતને ભેટ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં યુવક નોકરી પર જવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ તબિયત ખરાબ લાગતા નોકરી પર જવાનું ટાળી આરામ કરીને ઉઠ્યો ને ત્યાં ઢળી પડ્યો. ત્યારે હાલ બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સુરતના નવાગામ આરડીનગર પાસે 47 વર્ષીય રાજેન્દ્ર દયારામ ઈશીને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. રાજેન્દ્ર ઈશી હજીરા સ્થિત કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેઓની ગતરોજ સાંજે સાડા પાંચ વાગ્યા આશપાસ ઘરે તબિયત લથડી અને ચક્કર આવ્યા બાદ તે ઢળી પડ્યા. આ પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાના ચારેક કલાક પહેલા જ હજુ તો દીકરો ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે આવ્યો હતો. બીજા બનાવની વાત કરીએ તો, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પાંડેસરા, કર્મયોગી સોસાયટી વિભાગ-2માં રહેતા 39 વર્ષીય ગણેશ મુરલીધર વાઘન પોલીસ કોલોની પાસે સલૂનમાં નોકરી કરતા હતા.
જો કે, તબિયત ખરાબ હોવાને કારણે તે નોકરી પર ના ગયા અને બપોરે જમીને સુઈ ગયા. જો કે થોડા સમય બાદ તે ફરી ઉઠ્યા અને આ સમયે ચક્કર આવતા ઢળી પડ્યા. આ પછી તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને તે બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર
Heart Attackથી બચવા માટેની ટિપ્સ :