“તે મારા બોયફ્રેન્ડ સાથે વાત કેમ કરી ?” એમ કહીને બે છોકરીઓ રેલવે પ્લેટફોર્મ ઉપર જ બાખડી પડી, ચોટલો પકડી અને એવા ઘૂમેળ્યા કે વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા બધા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર કોઈ ઝઘડાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલમાં બે યુવતીઓના એક ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે બે યુવતીઓ બોયફ્રેન્ડને લઈને ઝઘડી પડી હતી. જેનો વીડિયો પણ કોઈએ બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે. બે યુવતીઓ પહેલા એક બીજા સાથે માથાકૂટ કરતી નજરે ચઢે છે, પછી એક બીજાના વાળ પકડીને એક બીજાને મારવા લાગે છે.

આ બંનેના ઝઘડવાનું કારણ બોયફ્રેન્ડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, મીડિયા રિપોર્ટ અનુસાર તે બંને યુવતીઓનો એક જ બોયફ્રેન્ડ હતો. જાણવા મળી રહ્યું છે કે તે બંને ભણવા માટે નવીન નગર જઈ રહી હતી. આ દરમિયાન જ પ્લેટફોર્મ નંબર બે ઉપર એક છોકરીએ બીજી છોકરીને એમ કહેતા મોબાઈલ લેવાનો પ્રયત્ન કર્યો કે, “તું મારા બોયફ્રેન્ડ સાથે વાત કેમ કરું છું ?” બીજી યુવતીએ મોબાઈલ ના આપ્યો અને આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો.

આ ઘટના બની હતી નવાડા રેલવે સ્ટેશન ઉપર જ્યાંના રેલવે સ્ટેશન ઉપર જ બે યુવતીઓ એકબીજા સાથે બાખડી પડી હતી. કારણ એટલું જ હતું કે બંનેનો એક જ બોયફ્રેન્ડ હતો. સ્થળ ઉપર હાજર રહેલા લોકોએ બંનેને છોડાવવાના પ્રયત્નો કરવાના બદલે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું.


થોડીવારમાં જ આ ઘટનાની જાણ જીઆરપીને પણ કરવામાં આવી અને સૂચના મળવા ઉપર તે ત્યાં પહોંચ્યા ત્યારે બંને છોકરીઓ ત્યાંથી ભાગી ગઈ હતી. લોકોએ જણાવ્યું કે બંને નાબાલિક હતી, ગત રોજ મુજ્જફરપુરમાંથી પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પણ મીડિયા રિપોર્ટ અનુસાર બે યુવતીઓ બોયફ્રેન્ડ માટે ઝઘડી પડી હતી.

Niraj Patel