રાજકોટમાં બાઈક લઈને જતા બે મિત્રોને ડમ્પર વાળાએ ઉડાડી દીધા; બંને મિત્રોના થયા દુઃખદ મોત; જુઓ તસવીરો

બે બહેનો વચ્ચે એકના એક ભાઈ અને બે સંતાનોના પપ્પા એવા બે જીગરજાન મિત્રોને ડમ્પર ચાલકે ઉડાવી દીધા… પરિવારનું હૈયાફાટ રુદન

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. ઘણીવાર વાહન ચલાવતી વખતે કોઈની ભૂલ પણ રાહદારીને ભારે પડે છે અને તેમની ભૂલના કારણે પણ કોઈનો જીવ ચાલ્યો જતો હોય છે. હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક ડમ્પર ચાલકની ટક્કરથી બે બાઇકસવાર મિત્રોના મોત થયા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક બે મિત્રો બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જ બેફામ રીતે ડમ્પર લઈને આવી રહેલા તેના ચાલકે બંને મિત્રોને ટક્કર મારી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પટકાયા હતા. જેમાંથી એક મિત્રનું ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું. જયારે બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું.

આ બંને યુવકો રાજકોટના તરઘડીયા ગામના વતની હતા. જેમાં 25 વર્ષીય બહાદુર છગનભાઇ સાડમિયા તેના સુકલ પીપળીયા ગામે રહેતા 23 વર્ષીય મિત્ર ઘૂઘાભાઈ વિનાભાઇ જખનીયા સાથે બાઈક લઈને કુવાડવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી. ઘૂઘાભાઈનું ઘટના સ્થળે જ મોત નોપજ્યું હતું. જયારે બહાદુર ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું પણ મોત નીપજ્યું.

એક જ ગામના બંને યુવકોના આમ અકાળે મોતના કારણે આખા ગામની અંદર માતમ છવાયો છે. બહાદુર પરણિત હતો અને તેને સંતાનોમાં એક દીકરો અને દીકરી છે. જયારે ઘુઘાભાઈ બે  બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતા. બંને મિત્રો માલ ઢોરનું કામ કરતા હતા, બંને કોઈ કામ માટે રાજકોટથી તરઘડી ગામે જવા માટે નીકળ્યા હતા, ત્યારે જ રસ્તામાં માલિયાસણ ગામ પાસે તેમને કાળ ભરખી ગયો. આ મામલે કુવાડવા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel