કોલેજની અંદર જ બાખડી પડી બે યુવતીઓ, એક છોકરીએ બીજી છોકરીને માર્યો તમતમતો લાફો અને પછી શરુ થયો એવો ઝઘડો કે.. જુઓ વીડિયો

કોલેજની અંદર બે છોકરીઓ છુટ્ટાહાથે કરવા લાગી મારામારી, બીજા છોકરાઓ છોડાવવાના બદલે બૂમો પાડી તમાશો જોતા રહ્યા, જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં કોઈપણ ઘટના વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, એ ઘટના પછી કોઈ હાસ્યાસ્પદ પ્રસંગ હોય કે પછી ઝઘડા. ઇન્ટરનેટ ઉપર તમે ઝઘડાના ઘણા વીડિયો જોયા હશે, ત્યારે હાલ એક ઝઘડાનો વીડિયો એક કોલમાંથી સામે આવ્યો છે, જેમાં બે યુવતી એક બીજા સાથે ઝઘડો કરતી અને મારા મારી કરતી જોવા મળી રહી છે.

આ ઘટના કોલેજની કેન્ટીનમાં બની હતી જ્યારે દલીલ દરમિયાન બંનેએ એકબીજાને થપ્પડ મારી હતી અને આંગળી ચીંધી હતી. જોકે, મારામારી પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. આ ફૂટેજ એક ટ્વિટર યુઝરે શેર કરીને જણાવ્યુ કે આ ઘટના બેંગ્લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં બની હતી. 26-સેકન્ડ લાંબી ક્લિપમાં મૌખિક લડાઈ આક્રમક વળાંક લેતી જોવા મળે છે. દરમિયાન, કેન્ટીનમાં બેઠેલા વિદ્યાર્થીઓએ લડતનો અંત લાવવા દરમિયાનગીરી કરવાના બદલે ‘હું હુ’ના નારા લગાવ્યા હતા.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા તો બંને એકબીજા સાથે દલીલ કરવા લાગે છે જે ધીરે ધીરે લડાઈમાં ફેરવાઈ જાય છે. તમને જણાવી દઈએ કે છોકરીઓ વચ્ચે આ ઝઘડો એટલો વધી જાય છે કે બંને એકબીજાને થપ્પડ મારતા, ધક્કો મારતા અને એકબીજા પર આંગળી ચીંધતા જોવા મળે છે. અત્યારે આ લડાઈ પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ દરમિયાન વિદ્યાર્થીઓ લડાઈ રોકવાના પ્રયાસને બદલે બૂમો પાડતા  જોવા મળે છે.

આ ઘટના પછી, બંનેના માતાપિતાને તાત્કાલિક બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ બંને યુવતીઓ ચર્ચાનો વિષય બની છે. ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોને લોકો ભરપૂર જોઈ રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel