ગુજરાતમાંથી અવાર નવાર કોઇના કોઇની ડૂબવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કોઇ યુવકો નદીમાં નાહવા પડ્યા હોય અને તણાઇ ગયા હોય. તો ક્યાંક એવું બનતુ હોય છે કે કેનાલમાં પગ લપસવાને કારણે પણ કોઇ તણાઇ જતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના માંગરોળના મહુવેજ ગામ ખાતે કેનાલમાં બે સગાભાઇ ડૂબી ગયા હોવાની ઘટના બની છે.

જે બાદ બંને ભાઇઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. પોલિસને ઘટનાની જાણ થતા તે તાત્કાલિક દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના માંગરોળના મહુવેજ ગામે બે સગાભાઈ આકાશ અને વિકાસની ડૂબ્યાની ઘટના સામે આવી છે. મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો ત્યારે તેનો પગલ લપસી ગયો હતો અને બાદમાં તે પાણીમાં તણાયો હતો.

જે બાદ નાના ભાઈ મોટાભાઇને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ જોઇએ તો બે સગાભાઈઓ પાણીમાં ડૂબ્યા હોવાની જાણ થતા જ ગામમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. તેમનો પરિવાર પણ આ ઘટના સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ બનાવ માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલ ખાતે બન્યો હતો.