આ સમલૈંગિક યુવકોએ રીતિ રિવાજ અનુસાર ધામધૂમથી કર્યા હતા લગ્ન, હવે આવનારા પહેલા બાળકને લઈને આવ્યા ચર્ચામાં… જાણો સમગ્ર મામલો

બે મિત્રોએ એકબીજા સાથે કર્યા હતા લગ્ન, જોયું હતું બાળકનું પણ સપનું, હવે આટલા સમય બાદ પોતાના પહેલા બાળકનું કરશે સ્વાગત.. તસવીરો આવી ચર્ચામાં… જુઓ

દરેક દંપતી માટે તેમનું પહેલું બાળક ખુબ જ ખાસ હોય છે. તેમના માટે એ ક્ષણ ખુબ જ ખુશીની હોય છે અને આ ખુશી તે અલગ અલગ રીતે વ્યક્ત કરતા જોવા મળે છે. ત્યારે જો કોઈ સમલૈંગિક કપલ લગ્ન બાદ માતા પિતા બનવાના હોય ત્યારે આ મામલો ચર્ચામાં આવી જતો હોય છે. હાલ એવા જ એક કપલની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જે સમલૈંગિક હોવા છતાં પણ પહેલા બાળકના પેરેન્ટ્સ બનાવના છે. (All image credit: adityamadiraju/ instagram & People Photos)

આ કપલ છે આદિત્ય મદિરાજુ અને અમિત શાહનું. જે બંને મિત્રો હતા અને ચાર વર્ષ પહેલા તે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેએ અમેરિકામાં પોતાના લગ્ન ખુબ જ ધામધૂમથી કર્યા હતા. જેમની તસવીરોએ પણ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. ત્યારે હવે ફરી એકવાર આ જોડી ચર્ચામાં આવી છે, કારણે કે આ બંને હવે દુનિયામાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરી રહ્યા છે.

આ કપલની સ્ટોરીને પીપલ મેગેઝીન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જેમાં આ કપલનું પેટર્નીટી ફોટોશૂટ પોસ્ટ કરવામાં આવ્યું છે. આ તસવીરો સાથે કપલે જણાવ્યું છે કે, “હમણાં ફક્ત પાંચ કે છ લોકો જ આના વિશે જાણે છે. પરંતુ હવે હું બધાને આને વિશે જણાવું છું. હું સાંસ્કૃતિક રૂપથી વિચારું છું. તમે તમારી વસ્તુઓને બિલકુલ પણ ખરાબ કરવા નથી માંગતા. તમે તેને છુપાવીને રાખો છો. હાલમાં રાહ જુઓ અને ધીરજ રાખો.”

આદિત્ય મદિરાજુએ ખુલાસો કર્યો કે દંપતીએ શરૂઆતથી જ માતા-પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, “મજાની વાત એ છે કે અમે અમારી પહેલી ડેટ પર લગ્ન અને બાળકોની ચર્ચા કરી હતી. સામાન્ય રીતે લોકો તેની મજાક ઉડાવે છે અને અશક્ય જેવી વાતો કહે છે પરંતુ ચાલો તેને વળગી રહીએ.” તેઓ મધર્સ ડે, ફાધર્સ ડે અને તમામ રજાઓ એક સામાન્ય કપલની જેમ ઉજવવા માંગે છે. અત્યાર સુધી, આ કપલ તેનું જીવન કેવું રહેશે તે અંગે ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Shah (@amit_aatma)

Niraj Patel