છેલ્લા 51 દિવસથી ગુમ હતી વડોદરાની 2 જોડિયા બહેનો, ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી તપાસ, અચાનક થઇ ગઈ પોલીસ સ્ટેશનમાં હાજર અને કહ્યું એવું કે…જુઓ

દોઢ મહિના કરતા પણ વધારે સમયથી ગુમ થયેલી વડોદરાની જોડિયા બહેનો પોલીસ સ્ટેશનમાં થઇ હાજર, કર્યા ચોંકાવનારા ઘટસ્ફોટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના અને હત્યાના મામલાઓ સામે આવી રહ્યા છે. સાથે જ ઘણી ઘટનાઓ અપહરણની પણ સામે આવે છે. ઘણીવાર આવા મામલાઓમાં કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવતી હોય છે. હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જ્યાં 51 દિવસથી ગુમ થઇ ગયેલી બંને જોડિયા બહેનો અચાનક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગઈ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા.

આ મામલો સામે આવ્યો છે વડોદરાના હરણી વિસ્તારમાંથી. જ્યાં ગત 17 ફેબ્રુઆરીના રોજ કોલેજ ગયેલી બંને જોડિયા બહેનો અચાનક ગુમ થઇ ગઈ હતી. છેલ્લા દોઢ મહિનાથી તેનો પરિવાર પણ તેમના માટે ચિંતિત હતો. બંને બહેનોની કોઈ ભાળ ના મળતા ચિંતાતુર બનેલા પિતાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી અને તેના બાદ આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ પણ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલાની તપાસ કરી હતી અને તેમને સીસીટીવી ફૂટેજ પણ મળેવ્યા હતા. ત્યારે આ ઘટનાના 51 દિવસ  બંને બહેનો સારિકા અને શીતલ ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ મથકે હાજર રહ્યા હતા અને આ મામલે ઘણા ખુલાસા પણ સામે આવ્યા. બંને બહેનોમાંથી એક બહેન સારિકાએ માતર તાલુકાના લીંબાસી ગામના એક યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

સારિકાએ બે દિવસ પહેલા જ પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું સર્ટિફિકેટ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. જેના બાદ તે પોલીસ સ્ટેશનમાં હાજર થતા બંને બહેનો અને સારિકા સાથે લગ્ન કરનાર યુવક ધાર્મિક પટેલને લઈને લીંબાસી પોલીસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી હતી. ત્યારે આ મામલે સારિકાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “વડોદરા ક્રાઈમ બ્રાન્ચ માંથી અમને સ્ટેટમેન્ટ લેવા માટે લઈ જાય છે. મારા હસબન્ડ સાથે હું ક્રાઈમ બ્રાન્ચમાં જાઉં છું.”

તેને આગળ એમ પણ કહ્યું કે, “અહીંયાથી લઈ જવાની અને ઘર સુધી અમને માધવદાસની ખડકીમાં જ્યાં અમે રહીએ છે ત્યાં સુધી લાવવાની ફૂલ પ્રોટેક્શન સાથે લાવવાની જવાબદારી બધી લીંબાસી પોલીસ સ્ટેશન અને બરોડા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફની રહેશે. એવી અમને બાંહેધરી ત્યાંના ક્રાઈમ બ્રાન્ચ ACP રાઠોડ સાહેબે આપી છે. એટલે અમે નિવેદન કરીએ છીએ કે અમને મારા હસબન્ડ અને મારી બહેનને પ્રોટેક્શન આપે અમે અમારી મરજીથી જ આવ્યા છીએ અને બાકીનું સ્ટેટમેન્ટ અમે ત્યાં ક્રાઈમ બ્રાન્ચમાં આપીશું.”

Niraj Patel