ઉત્તરપ્રદેશ : કોરોનાને કારણે થઇ જુડવા ભાઇઓની મોત, જાણો સમગ્ર વિગત

22 કલાકમાં બંને ભાઈઓનું નિધન, આખું પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે- જાણો સમગ્ર ઘટના

સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે ત્યારે એક ચોંકાવનારો અને હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં કોરોનાને કારણે જુડવા ભાઇઓની મોત થઇ ગઇ છે, તેઓએ 22 કલાકના અંતરમાં જ જીવ ગુમાવી દીધો.

એક સાથે દુનિયામાં આવનારા બંને ભાઇઓની મોતમાં માત્ર 24 કલાકનું જ અંતર રહ્યુ. સેંટ થોમસ ઇંગ્લિસ મીડિયમ સ્કૂલના શિક્ષક દંપતિ ગ્રેગરી રાફેલ અને સોજા ગ્રેગરીનો પરિવાર એક ઝાટકામાં વિખેરાઇ ગયો. કોરોનાએ તેમના બંને દીકરાઓને એક જ ઝાટકામાં છીનવી લીધા. કોરોનાને કારણે તેમના જુડવા દીકરાઓ તેમના દીકરાઓથી દૂર થઇ ગયા.

બંને ભાઇઓ એન્જીનિયર હતા, તેઓને ગયા વર્ષે જ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ લાગી હતી. કોરોનાને કારણે બંને ભાઇ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા. મેરઠમાં તેમના ઘરે જ તેમને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હતુ. શુક્રવારે મોટા ભાઇ જોયફ્રેડ, શનિવારે નાના ભાઇ રોલફ્રેડની મોત થઇ ગઇ હતી.

જણાવી દઇએ કે, બંને ભાઇઓ આનંદ હોસ્પિટલમાં 20 દિવસથી દાખલ હતા. બંનેને એકસાથે કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતુ. સંક્રમણ વધવા પર બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસામાં ગંભીર સંક્રમણને કારણે ભાઇઓના ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યુ હતુ. તેમને ઓક્સિજન આપવામાં આવ્યો અને ધીરે ધીરે બંને ભાઇઓ કોરોનાથી ઉભરવા લાગ્યા.

બંનેનો 10 મેના રોજ કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ ફેફસામાં પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ વધારે હતુ. તે કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જેને કારણે ચિકિત્સકોએ બંનેને હોસ્પિટલમાં જ દાખલ રાખ્યા. 24 કલાકના અંતરમાં જ બંને ભાઇઓએ તેમનો જીવ ગુમાવી દીધી, આમ એક માતા-પિતાએ તેમના બંને બાળકોને માત્ર 22-24 કલાકના અંતરમાં જ ગુમાવી દીધા.

Shah Jina