આ ખ્યાતનામ અભિનેત્રીનું થયુ નિધન, કલાકાર જગતમાં ફરી વળ્યું શોકનું મોજુ, જાણો વિગત

“એક હઝારો મેં મેરી બહેના હે” ફેમ અભિનેત્રી તરલા જોશીનું નિધન થયુ છે. તેમણે કેટલાક શોમાં બાનો રોલ અદા કર્યો છે. તેમની મોત કઇ કારણથી થઇ તેની જાણકારી સામે આવી નથી. અભિનેત્રી નિયા શર્માએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નિયા શર્માએ તરલા જોશી સાથે તસવીર શેર કરી છે.

ટેલિવિઝનની જાણિતી અને દિગ્ગજ અભિનેત્રી તરલા જોશીનું નિધન થઇ ગયુ છે. તરલા જોશી “એક હઝારો મેં મેરી બહેના હે” અને “સારાભાઇ વર્સેસ સારાભાઇ” જેવા હિટ શોનો હિસ્સો રહી ચૂકી છે. તેમણે ઘણા યાદગાર પાત્રો પડદા પર નિભાવ્યા છે.

રિપોર્ટ અનુસાર તરલા જોશીએ શનિવારના રોજ અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, તેમનુ નિધન હાર્ટ એટેકને કારણે થયુ છે. તરલા જોશી સાથે કામ કરી ચૂકેલ અભિનેત્રી નિયા શર્માએ તેમના નિધન પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરી દુખ જતાવ્યુ છે તેણે કેટલીક તસવીર શેર કરી છે અને લખ્યુ, RIP બડી બીજી. તમે ઘણા યાદ આવશો. બીજી તસવીર સાથે તેણે હાર્ટ ઇમોજી મૂક્યુ છે.

નિયાએ શેર કરેલ તસવીરોમાં અભિનેતા અંજુ મહેંદ્રુ અને દિવ્યજયોતિ શર્મા પણ જોવા મળી રહ્યા છે. તસવીરમાં તરલા જોશી સાથે નિયાની ક્યુટ બોન્ડિંગ જોવા મળી રહી છે. ગુજરાતી રંગભૂમિની વરિષ્ઠ, ખ્યાતનામ અભિનેત્રી તરલા જોશી હવે આ દુનિયામાં રહ્યા નથી ત્યારે ટીવી જગતનો એક સિતારો ખરી ગયો છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, બંદિની અભિનેત્રી આજિયા કાજી અને મૃણાલ જૈન જેમણે શોમાં સંતૂ અને હિતેનની ભૂમિકા નિભાવી હતી તે સતત તરલાજીના સંપર્કમાં હતા.

તરલા જોશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમણે “એક હઝારો મેં મેરી બહેના હે”માં બડી બીજીનો રોલ નિભાવ્યો હતો. તેમણે ટીવીના ઘણા શોમાં કામ કર્યુ છે. ધારાવાહિક “સારાભાઇ વર્સેસ સારાભાઇ”માં તે ઇંદ્રવદનની માતાના રોલમાં હતા.

તરલા જોશી મુળ ગુજરાતના હતા તેમણે ઘણા નાટકોમાં યાદગાર ભૂમિકા નીભાવી હતી અને તેમને અગ્રીમ સ્થાન મેળવેલું હતું. તેમના નિધનથી શોક છવાયો છે. અભિનેતા બાબુલ ભાવસારે તરલા જોશીના નિધનથી શોક વ્યકત કર્યો છે.આ ઉપરાંત ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓ એક કોસ્ચ્યુમ ડિઝાઈનર પણ હતા.

Shah Jina