‘અનુપમા’ ફેમ મશહૂર ટીવી એક્ટરનું નિધન, દિગ્ગજને મોડી રાત્રે આવ્યો કાર્ડિયાક અરેસ્ટ

ટીવી અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. મશહૂર ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું છે, મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ઘણા ટીવી શો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરનાર ઋતુરાજ સિંહ મનોરંજનની દુનિયામાં એક મોટું નામ છે. તેમણે 1993થી લઈને અત્યાર સુધી ઘણી મોટી સિરિયલોમાં કામ કર્યું છે. જેમાં હિટલર દીદી, જ્યોતિ, દિયા ઔર બાતી હમ, આહટ, અદાલત જેવી અનેક સામેલ છે.

અભિનેતાના અચાનક નિધનના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ આઘાતમાં છે. આ દિવસોમાં ઋતુરાજ સિંહ લોકપ્રિય ટીવી શો અનુપમામાં જોવા મળ્યા હતા. અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઋતુરાજે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.

તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીમાં થયુ અને તેઓ વર્ષ 1993માં મુંબઈ આવ્યા અને એક્ટિંગને કરિયર તરીકે પસંદ કર્યું. ઋતુરાજે અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં બદ્રીનાથ કી દુલ્હનિયા પણ સામેલ છે. તેમના નિધનની ખબર બાદ ટીવીની દિગ્ગજ હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.

ઇટાઇમ્સના અહેવાલ મુજબ ઋતુરાજ સિંહનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેઓ માત્ર 59 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી સ્વાદુપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમના આકસ્મિક નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ચાહકોને પણ આઘાત લાગ્યો છે. તેમનું નિધન ટીવી જગત માટે એક મોટી ખોટ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina