સાત-સાત કાચબાઓએ પાણીની અંદર રમી એવી જોરદાર ગેમ કે તમે પણ જોઈને કેહેશો “આતો માણસ કરતા પણ બુદ્ધિશાળી છે” જુઓ વીડિયો

ઉનાળાના આગમનની સાથે જ મોટાભાગના લોકો વોટર પાર્ક અને નદીઓમાં મોજમસ્તી કરવા જઈ રહ્યા છે. તમે ઉનાળામાં રાહત માટે નદીઓ, તળાવો અને ખાબોચિયામાં બેઠેલા પ્રાણીઓ પણ જોશો. જો તમે ક્યારેય વોટર પાર્કમાં ગયા હોવ, તો તમે જાણો છો કે ત્યાં કેટલી મજા આવે છે. વોટરપાર્કમાં ઘણી બધી રાઈડ પણ હોય છે અને તેમાં મસ્તી મજાક પણ થતા હોય છે.

પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીઓ અને પક્ષીઓને માણસની જેમ રાઈડ જેવી મજા માણતા જોયા છે. ત્યારે હાલમાં સાત કાચબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. વીડિયો તળાવનો હોય તેમ દેખાઈ રહ્યું છે.  જેમાં સાત કાચબા લાકડાના બ્લોક પર સવારી કરતા જોવા મળે છે.

આ દરમિયાન આ કાચબાઓ પાણીમાં જે રીતે મસ્તી કરતા જોવા મળે છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે મજા માણી છે. કાચબા પણ પાણીમાં મજેદાર રમત રમતા જોવા મળે છે. કાચબાઓ જે પ્રકારની રમત રમતા જોવા મળે છે, તે ખરેખર મજાની છે. અંતે તમે જોશો કે સાતમાંથી ત્રણ કાચબા આ રમત જીતે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સાતેય કાચબા લાકડાના બ્લોક પર એક તરફ મોં રાખીને બેઠા છે. આ પછી પગની તાકાતથી તે પહેલા બ્લોકને એક બાજુ ફેરવે છે, પછી બ્લોકને બીજી બાજુ ફેરવે છે. આ અનોખી રમતમાં ચાર કાચબા પાણીમાં પડી જાય છે. એક રીતે તે આ રમત હારી જાય છે અને અંતે ત્રણ કાચબા જીતી જાય છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા બધા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel