માથા પર દુપટ્ટા અને ચહેરા પર માસ્ક સાથે તુનિષાના અંતિમ સંસ્કારમાં પહોંચી શીઝાન ખાનની માતા અને બહેન, તુનિષાની માતાની રડી રડીને હાલત ખરાબ

24 ડિસેમ્બરે આત્મહત્યા કરી જીવનનો અંત આણી દેનાર અભિનેત્રી તુનીષા શર્માના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અભિનેત્રીના મૃતદેહને ફૂલોથી શણગારીને મીરા રોડ પરના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તુનીષાની માતા અને તેનો પરિવાર તેને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યો હતો. આ સાથે તુનિષાના મિત્રો પણ પહોંચ્યા હતા. સ્મશાનગૃહમાંથી સામે આવેલી તસવીરો દરેકના દિલને તોડી રહી છે.

આરોપી શીઝાન ખાનની માતા અને બહેન પણ તુનીષાને વિદાય આપવા માટે સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. તુનીષા શર્માએ શનિવારે 24 ડિસેમ્બરે તેના ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ આ અભિનેત્રીના આજે એટલે કે મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં તેના મિત્રો શિવિન નારંગ, વિશાલ જેઠવા અને કનવર ઢિલ્લોન સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.

શીજાનની માતા અને બહેન તુનીષાને વિદાય આપવા આવ્યા હતા. જો કે, આ દરમિયાન તેમણે કોઈની સાથે વાત ન કરી અને સીધા તુનીશાને અંતિમ વિદાય આપી નીકળી ગયા હતા. તે જાણી શકાયું નથી કે તુનિષાના પરિવારના સભ્યોએ તેમને ત્યાં જોયા પછી કેવી પ્રતિક્રિયા આપી હતી. બંનેના ચહેરા પર માસ્ક હતા, પરંતુ તે સ્પષ્ટ હતું કે તેઓ પણ તુનીશાના મૃત્યુથી દુઃખી હતા. આ પહેલા શીઝાનની બહેન ફલક અને શફાકે સોશિયલ મીડિયા પર આ મામલે નિવેદન જાહેર કર્યું હતું.

તેમણે કહ્યુ, ‘આ કેસમાં જે પણ અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કૃપા કરીને અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો. મીડિયાના લોકો અમને વારંવાર બોલાવે છે અને અમારા બિલ્ડિંગની બહાર ઊભા છે તે જોઈને ખૂબ જ ખરાબ લાગે છે. અમને અમારી ભારતીય ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને શીઝાન પણ મુંબઈ પોલીસને સંપૂર્ણ કોર્પોરેટ કરી રહ્યો છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે તેના વિશે વાત કરીશું, પરંતુ હાલમાં કૃપા કરીને અમારા પરિવારને ગોપનીયતા આપો જેની અમને આ સમયે જરૂર છે.

ANI દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શીજાનની માતા અને બહેન બંને સાથે આવે છે. ત્યાં પહેલાથી જ ઘણા બધા લોકો હાજર છે અને પછી બંને તુનિષાને વિદાય આપવા પહોંચેછે. તુનિષા શર્મા નાના પડદાનો એક જાણીતો ચહેરો હતો. તેના મૃત્યુએ બધાને ભાંગી નાખ્યા. જણાવી દઈએ કે શીઝાન પર તુનીશાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. શીઝાન હાલ જેલમાં છે અને પોલિસ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, તે વારંવાર તેનું નિવેદન બદલી રહ્યો છે.

Shah Jina