બસ થોડી જ વારમાં થશે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર ! ઘરે પહોંચ્યો પાર્થિવ દેહ, સેલેબ્સ પહોંચ્યા અંતિમ દર્શન માટે

ફિતુર, બાર બાર દેખો અને કહાની 2 જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી તુનિષા શર્માના આજે એટલે કે મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેનો પાર્થિવ દેહ ઘરે પહોંચી ચૂક્યો છે અને બસ હવે થોડી જ વારમાં તેને અંતિમ વિદાય આપવામાં આવશે.

તુનિષા શર્માએ 24મી ડિસેમ્બરે ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટ મોર્ટમ અને પોલીસ તપાસ બાદ પરિવાર તુનીષાનો મૃતદેહ લેવા હોસ્પિટલ પહોંચ્યો હતો. દિવંગત અભિનેત્રીના ઘરે તેની અંતિમ યાત્રા માટે એક વાહન પહોંચ્યું છે. પહેલા તુનિષાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેના ઘરે રાખવામાં આવ્યો છે. આ પછી પાર્થિવ દેહને સાંજે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે.

તુનીષાના બિલ્ડીંગ પાસે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ઘણા ટીવી સેલેબ્સ આવવા લાગ્યા છે. અભિનેતા વિશાલ જેઠવા, શિવિન નારંગ અશનૂર કૌર, ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન અને દીપિકા સિંહ ગોયલ પણ તુનીષાના ઘરે પહોંચી છે.

તુનિષાનો ખાસ મિત્ર તથા ટીવી એક્ટર કંવર ધિલ્લોન સૌ પહેલાં આવી પહોંચ્યો હતો. 20 વર્ષિય તુનિષા શર્માના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હજુ પણ કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તુનિષા હવે આ દુનિયામાં નથી. તુનિષાના આકસ્મિક મૃત્યુથી તેની માતા વિખેરાઈ ગઈ છે. અભિનેત્રીની માતા જ્યારે પણ મીડિયા સામે આવી છે ત્યારે તે અસંવેદનશીલ દેખાઈ છે. માતાની આવી હાલત જોઈને લોકોની આંખો ભીની થઈ રહી છે.

માત્ર 20 વર્ષની દીકરીને ગુમાવવી એ કોઈપણ માતા માટે ઘણી જ કપરી પરિસ્થિતિ છે. આ ખરાબ સમયમાં પરિવાર દરેક ક્ષણે તુનિષાની માતાને સાથ આપી રહ્યો છે. તુનિષાની માતા બેભાન હાલતમાં પણ પોતાની પુત્રીને ન્યાય અપાવવાની લડાઈમાં મોખરે છે. તુનિષાના મોતનું કારણ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હોવાનું કહેવાય છે. તુનિષા સિરિયલ અલીબાબાના કો-સ્ટાર શીઝાન ખાનના પ્રેમમાં હતી.

બંને વચ્ચેના સંબંધો 6 મહિના પહેલા સેટ પર શરૂ થયા હતા. તુનિષાના આત્મહત્યાના 15 દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું. જેને કારણે તે ડિપ્રેશનમાં હતી અને તેને 10-12 દિવસ પહેલા એંગ્ઝાઇટી એટેક પણ આવ્યો હતો. શીઝાન પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યા બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી.

અને પછી કોર્ટે તેને કસ્ટડીમાં મોકલ્યો. અભિનેત્રીની માતાનું કહેવું છે કે શીઝાનને સખત સજા થવી જોઈએ. પવન શર્માએ ANIને જણાવ્યું છે કે, દીકરી તુનિષા હવે આ દુનિયામાં નથી રહી, તેનો અમને વિશ્વાસ જ નથી થઈ રહ્યો. તુનિષા તેની મમ્મી સાથે મીરો રોડ પર આવેલ ઈંદ્રપસ્થ બિલ્ડીંગમાં રહેતી હતી. તે બધુ જ જોતી હતી.

મને પોલીસ પ્રશાશન અને કોર્ટ પર ખૂબ જ વિશ્વાસ છે, જે પણ આરોપી હોય તેને સજા મળવી જોઈએ. તુનિષા શર્માએ 2015માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે સીરિયલ ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપમાં જોવા મળી હતી. આ પછી તુનિષાએ ચક્રવર્તી અશોક સમ્રાટ, ઈશ્ક સુભાન અલ્લાહ, ઈન્ટરનેટ વાલા લવ, અલી બાબા – દાસ્તાન એક કાબુલમાં કામ કર્યું. તુનિષાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ અને થોડા સમયમાં સારી એવી ઓળખ બનાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુનિષા સાથે રિલેશનશીપમાં રહેવા છતાં શીઝાન અનેક યુવતીઓ સાથે સંપર્કમાં રહેતો હતો. કદાચ આ કારણે લીધે માત્ર ૨૦ વર્ષની અભિનેત્રી તુનિષા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પછી 16 ડિસેમ્બરના રોજ અભિનેત્રીને ખબર પડી ગઈ હતી કે, શીઝાન તેને દગો આપી રહ્યો છે અને ત્યારબાદ તેને એન્ઝાઈટી અટેક આવ્યો હતો.

અભિનેત્રીની માતાએ શીઝાન સાથે વાત કરી અને તેને સવાલ પૂછ્યો કે, તે તુનિષાની આટલી નજીક શા માટે આવ્યો હતો. ત્યારબાદ તુનિષાને અચાનક છોડી દીધી. તે આ બાબતને લઈને બિલ્કુલ પણ ગંભીર નહોતો. આ બાબત ખૂબ ખોટી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે રવિવારે જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેત્રીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તુનિષા શર્માના શરીર પર કોઈ ઘા કે ઈજાના નિશાન જોવા મળ્યા નથી. આ મામલે પોલીસે અત્યાર સુધીમં 14 લોકોના નિવેદન નોંધ્યા છે.

અંતિમસંસ્કારમાં મૃતક અભિનેત્રીનો ખાસ ફ્રેન્ડ તથા ટીવી-એક્ટર કંવર ધિલ્લોન સૌ પહેલા આવ્યો હતો. પછી ટીવી સ્ટાર શિવિન નારંગ, વિશાલ જેઠવા, ટીવી-એક્ટ્રેસ અશનૂર કૌર, ટીવી-એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલ, ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન અને રીમ શેખ પણ આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં આરોપી શિજાન ખાનનાં બહેન તથા માતા પણ આવ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે ફક્ત ૨૦ વર્ષની અભિનેત્રી તુનિષા શર્માએ ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’, ‘કહાની 2- દુર્ગા રાની સિંહ’ અને ‘દબંગ 3’, જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. એક ટીવી શોના સેટ પર તે મૃત હાલતમાં મળી આવી હતી.

Shah Jina