મૃત્યુ વ્હાલું કરતા પહેલા સેટ પર આવી હાલતમાં હતી અભિનેત્રી તુનિષા શર્મા, છેલ્લો વીડિયો વાયરલ

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ સીરિયલ ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’માં શહજાદી મરિયમનું પાત્ર નિભાવનારી માત્ર 20વર્ષની તુનિશા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. જણાવાઈ રહ્યું છે કે, તેણે ટીવી શોના સેટ પર મેકઅપ રૂમમાં જ આ અંતિમ પગલું ભર્યું છે.

અભિનેત્રીની આત્મહત્યાથી આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડ્યું છે. તેના ફેન્સ પણ શોકમાં છે. તુનિશાએ આત્મહત્યા કર્યાના છ કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતા. બધાના મનમાં એક જ સવાલ છે કે, આખરે છ કલાકમાં એવું તે શું થયું કે, તનિશાએ અંતિમ પગલું ભરી લીધું? તુનિષા શર્મા કેસમાં વળાંકઃ કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરાશે

ફક્ત 20 વર્ષની તુનિષા આત્મહત્યા કરતા પહેલા એકદમ નોર્મલ અને કૂલ અંદાજમાં મેકઅપ કરાવી રહી હતી, પરંતુ મેકઅપ કરતા આર્ટિસ્ટ પાસે જે પણ કરાવી રહી હતી, તે થોડુ વિચિત્ર હતુ.હકીકતમાં આ ભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર 6 કલાક પહેલા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.

આ વીડિયો જોશો તો તેમાં દેખાશે કે અભિનેત્રી ખૂબ જ શાંત અને ખૂબસૂરત લાગી રહી છે. તુનિષાના હેર આર્ટિસ્ટ હેર સ્ટાઇલ બનાવી રહ્યા છે અને મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરી રહ્યાં છે.દરમિયાન અભિનેત્રી પોતાનો હાથ આગળ વધારે છે અને કાંડા પર બ્રશથી કટ જેવુ નિશાન બનાવવા લાગે છે. હવે તમને મનમાં સવાલ જાગશે કે છે કે આ શૉનો હિસ્સો હતો કે પછી તનુષાના મનમાં ઉઠેલુ વાવાઝોડુ હતુ. તમને જાણવી દઈએ કે તુનિષાએ મેકઅપ રૂમની અંદર પંખાથી લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યુ.

તમને જણાવી દઈએ કે આ ફેમસ અભિનેત્રીએ ટીવી શો સિવાય ઘણી બોલિવુડ પિક્ચરોમાં પણ કામ કર્યું હતું. જેમકે ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’, ‘કહાની 2’ અને ‘દબંગ 3’માં. મુવી ‘ફિતૂર’ અને ‘બાર બાર દેખો’માં તુનિષએ નાની કેટરીના કૈફનું પાત્ર નિભાવ્યું હતું. તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિંહા સ્ટાર ‘દબંગ’માં પણ કેમિયો કર્યો હતો.

ફેન્સ વિચારી રહ્યા છે કે આટલી નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રીએ શુકામ આવું પગલું ભર્યું હશે. અભિનેત્રીને અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શહેજાદી મરિયમના રોલથી પોપ્યુલારિટી મળી હતી. 4 જાન્યુઆરી 2002ના રોજ ચંદીગઢમાં જન્મેલી અભિનેત્રીને ચાઈલ્ડ હુડથી જ અભિનય કરવાનો શોખ હતો. પોતાના બર્થ ડેના થોડા દિવસ પહેલા જ આટલુ મોટુ પગલુ ભરીને પોતાના પરિવાર અને ફેન્સને ઝટકો આપ્યો છે.

YC